Ahmedabad : ચોમાસાના (Monsoon 2023) આગમન પછી હવે જો કોઈ રોગ ઘણા બધા લોકોને અસર કરી રહ્યો હોય તો એ છે કન્જક્ટીવાઈટીસ એટલે કે આંખ આવવાનો રોગ. રાજ્યભરમાં કન્જક્ટીવાઈટીસના (Conjunctivitis) દર્દીઓ વધી રહ્યા છે અને અમદાવાદ સિવિલમાં દરરોજ દોઢસો દર્દીઓ આવી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 298 કેસ નોંધાયા હતા. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર પર રોજના 20 કેસ આવે છે, એટલે કે 82 અર્બન હેલ્થ સેન્ટર પર રોજના 1600 આંખના દર્દી આવે છે.
આ પણ વાંચો-Surat : સી આર પાટીલ પાસેથી ખંડણી માગનારની ધરપકડ, રૂપિયા 8 કરોડની માગી હતી ખંડણી
કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધવાના કારણે આઈડ્રોપ ખૂટી પડ્યા છે. કોર્પોરેશને સરકાર પાસે વધુ 50 હજાર આઇડ્રોપની માગણી કરી છે. શહેરમાં અત્યાર સુધી 17 હજાર જેટલા આઈડ્રોપ અપાઈ ચૂક્યા છે. અમદાવાદમાં આંખ આવવાના એક સપ્તાહમાં 12000થી વધુ કેસ નોધાયા છે. UHC, CHC તેમજ AMCની હોસ્પિટલના જ કેસ ચોંકાવનારા છે. પ્રાઇવેટ હોસ્પિટલો સહિત આંકડા ઉમેરાય તો એક મહિનામાં 30,000 થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજના 150 થી 160 દર્દીઓ કન્જકટીવાઈટિસની અસર ધરાવતા સામે આવી રહ્યા છે.
રાજ્યના મોટા ભાગના શહેર અને જિલ્લાઓમાં હાલમાં છેલ્લા પંદરેક દિવસથી કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. સાદી ભાષામાં આંખ આવવી તરીકે આ દર્દને ઓળખવામાં આવે છે, જેમાં આંખો લાલ થવા સાથે આંખમાં સમસ્યા રહેતી હોય છે. હાલમાં આ પ્રકારના દર્દીઓમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. જોકે આ વખતે આ રોગોમાં મહત્વના ફેરફાર જોવા મળ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા પણ કન્જકટીવાઈટિસના રોગને લઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કન્જકટીવાઈટિસની સારવાર માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જોકે આ રોગથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો