ગુજરાતના નાગરીકોને કેન્દ્ર સરકારે આપી વધુ એક ભેટ, કરોડોના ખર્ચે 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર

|

Jun 28, 2022 | 6:43 PM

માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરીકોને પરિવહન સુવિધાઓનો વધુને વધુ લાભ મળે તે માટે ગુજરાતમાં રૂ. 3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છે.

ગુજરાતના નાગરીકોને કેન્દ્ર સરકારે આપી વધુ એક ભેટ, કરોડોના ખર્ચે 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર
પ્રતિકાત્મક તસવીર

Follow us on

હવે ગુજરાતના નેશનલ હાઇ-વે (Gujarat National Highway) પહોળા કરવા અને પ્રી-કન્સ્ટ્રક્શનનું કામ ઝડપી બનશે. કેન્દ્ર સરકારે (Central Government) રાજ્યના નેશનલ હાઇવે માટે 3 હજાર 760.64 કરોડ મંજૂર કર્યા છે. જેમાં નેશનલ હાઈ-વેના માર્ગ પહોળા કરવા તેમજ પ્રી-કન્સ્ટ્રક્શન (Pre-construction) માટે મંજૂરી અપાઇ છે. અમદાવાદ, મહુવા અમરેલી, સાપુતારા, જામનગરથી કાલાવાડા સહિતના રસ્તા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ અંગે માહિતી આપતા પૂર્ણેશ મોદીએ કહ્યું કે 350 કરોડના ખર્ચે અમદાવાદના નારોલથી ઉજાલાનો માર્ગ પહોળો કરાશે. જયારે સાબરમતી નદી પર આવેલા બ્રિજને પણ 6 માર્ગીય કરાશે.

માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરીકોને પરિવહન સુવિધાઓનો વધુને વધુ લાભ મળે તે માટે ગુજરાતમાં રૂ. 3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છે. ગુજરાતના નાગરીકો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીનો મંત્રીએ આભાર વ્યક્ત કર્યો.

મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ 2022-23નો રૂ. 3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂ. 2511.10 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રીજના બાંધકામો તેમજ રૂ. 1249.54 કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટીવીટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રીજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનુ નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

3 એલીવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે

પૂર્ણેશ મોદીએ ઉમેર્યુ કે, આ વાર્ષિક પ્લાનમાં રૂ. 350 કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવવામાં આવશે, તેમજ હયાત સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે. આ ઉપરાંત રૂ.128 કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના 5.28 કી.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત રૂ. 110 કરોડના ખર્ચે સરખેજ –ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાઇઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે 4 કી.મી. લંબાઇ 3 એલીવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે.

પૂર્ણેશ મોદીએ જણાવ્યુ કે, રૂ. 257 કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના 50.48 કી.મી.ના 10 મીટર પહોળા રસ્તાનુ નિર્માણ કરાશે. જેના પર બે રેલવે ઓવરબ્રિજ અને નવા પુલનુ નિર્માણ થશે. આ રોડ પર 100 કી.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે. આ ઉપરાંત રૂ. 451.50 કરોડના ખર્ચે બાધડા–અમરેલીના 50.48 કી.મી.નો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરાશે.

ભિલોડા–શામળાજી નેશનલ હાઇવે 168-Gનો નવો 10 મીટર પહોળો રસ્તો બનશે

આ ઉપરાંત રૂ. 450 કરોડના ખર્ચે ભિલોડા–શામળાજી નેશનલ હાઇવે 168-Gનો નવો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ 10 મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. વધુમાં રૂ. 250 કરોડના ખર્ચે જામનગર–કાલવાડ નેશનલ હાઇવે-927-Dને ચાર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના નાગરીકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે છેલ્લા 6 માસમાં રાજ્યના 33 જિલ્લાઓમાં રૂ.12,200 કરોડના ખર્ચે વિવિધ માર્ગ નિર્માણ-વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કામોની કામગીરી પ્રગતી હેઠળ છે. ભારત સરકાર દ્વારા આ કામગીરી માટેના ડી.પી.આર. કન્સલટન્ટની નિમણૂંક પણ કરવામાં આવી છે અને એ માટે વિગતવાર સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.

Next Article