AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Train: ડબલ લાઇન હાઇ સ્પીડ રેલ માટે ગુજરાતમાં જ શરુ કરાશે ટ્રેક સ્લેબ ઉત્પાદન, આ સ્થળે થશે નિર્માણ

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે બેલાસ્ટ લેસ ટ્રેક વર્ક્સના નિર્માણ માટે જરૂરી ટ્રેક સ્લેબના ઉત્પાદન માટે નવી ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી (TSMF) ગુજરાત રાજ્યના આણંદ નજીક ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સુવિધા 1 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. અને (બુલેટ) MAHSR પ્રોજેક્ટ માટે 45,000 પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબના ઉત્પાદન માટે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. સિવિલ વર્ક્સ ની શરૂઆતના આઠ મહિનાની અંદર સમગ્ર સુવિધાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Bullet Train: ડબલ લાઇન હાઇ સ્પીડ રેલ માટે ગુજરાતમાં જ શરુ કરાશે ટ્રેક સ્લેબ ઉત્પાદન, આ સ્થળે થશે નિર્માણ
શરુ કરાશે ટ્રેક સ્લેબ ઉત્પાદન
Darshal Raval
| Edited By: | Updated on: Sep 30, 2023 | 7:31 PM
Share

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે બેલાસ્ટ લેસ ટ્રેક વર્ક્સના નિર્માણ માટે જરૂરી ટ્રેક સ્લેબના ઉત્પાદન માટે નવી ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી (TSMF) ગુજરાત રાજ્યના આણંદ નજીક ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સુવિધા 1 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. અને (બુલેટ) MAHSR પ્રોજેક્ટ માટે 45,000 પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબના ઉત્પાદન માટે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. સિવિલ વર્ક્સ ની શરૂઆતના આઠ મહિનાની અંદર સમગ્ર સુવિધાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ, જુઓ Video

સુવિધામાં 60 ઉચ્ચ ચોકસાઇવાળા મોલ્ડ મેળવવામાં આવ્યા છે અને સ્થાપિત કરવામાં આવ્યા છે. જે દરરોજ 60 ટ્રેક સ્લેબ બનાવી શકે છે. ટ્રેક કિલોમીટર દીઠ અંદાજે 200 ટ્રેક સ્લેબ જરૂરી છે. સીમલેસ ટ્રેક ઇન્સ્ટોલેશનની સુવિધા માટે આ સુવિધા 9000 ટ્રેક સ્લેબ સુધી સ્ટોર કરી શકે છે. હાલમાં બુલેટ ટ્રેનને લઈ કામ ઝડપથી ચાલી રહ્યુ છે. આમ સતત ઝડપી ગતિથી હાઈ સ્પીડ રેલ ટ્રેકનુ કામ ચાલવાને લઈ મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનુ સપનુ ઝડપથી સાકાર થશે એ દિવસો નજીક લાગી રહ્યા છે.

ઓટોમેટિક પ્લાંન્ટ દ્વારા નિર્માણ

ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી કોન્ક્રીટ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ સાથે સંપૂર્ણ સ્વય સંચાલિત છે. સંપૂર્ણ સ્વય સંચાલિત રીબાર પ્રોસેસિંગ મશીનો, કેજ ફેબ્રિકેશન માટે રીબાર યાર્ડ, આરઓ પ્લાન્ટ, બોઈલર પ્લાન્ટ, ક્યોરિંગ પોન્ડ્સ, ઇલેક્ટ્રિક ઓવરહેડ ટ્રાવેલિંગ (EOT) ક્રેન્સ, ગેન્ટ્રી ક્રેન્સ વગેરે જેવા સ્લેબના ઉત્પાદનને ટેકો આપવા માટે વિવિધ આનુષંગિક સુવિધાઓ છે. EOTs અને Gantries પ્રોડક્શન શેડ, રીબાર શેડ, સ્ટોર જેવી મુખ્ય સુવિધાઓ પર ટ્રેક સ્લેબના ઘટકોનું યાંત્રિક સંચાલન સુનિશ્ચિત કરે છે.

ઉત્પાદનના શરૂઆત પહેલાં એક તાલીમ અને પ્રમાણિક અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાપાની નિષ્ણાતો (જાપાનની T&C એજન્સી JARTS દ્વારા એકત્ર કરાયેલ) જાપાનમાં અનુસરવામાં આવતી પ્રથાઓના આધારે ભારતીય એન્જિનિયરોને તાલીમ આપી હતી. તેમજ સુરત જિલ્લા નજીક કીમ ગામ ખાતે અન્ય ટ્રેક સ્લેબ ઉત્પાદન સુવિધા પણ બનાવવામાં આવી રહી છે. જ્યાં ગુજરાતમાં MAHSR (બુલેટ ) કોરિડોરના 236 કિમી માટે ટ્રેક સ્લેબ બાંધકામ માટે કરવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">