AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદથી SOGએ 18 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ

અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર 18 બાંગ્લાદેશી શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યાં છે.બાતમીને આધારે SOGની ટીમે તપાસ હાથ ધરી હતી.

Breaking News : અમદાવાદથી SOGએ 18 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ
Ahmedabad
Mihir Soni
| Edited By: | Updated on: Jun 02, 2023 | 11:11 PM
Share

Breaking News : અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશી લોકોની ઘૂસણખોરીનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર 18 બાંગ્લાદેશી શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યાં છે.બાતમીને આધારે SOGની ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન 18 શખ્સો પાસે પોલીસે આધાર પુરાવા માગ્યા હતા. જેમાં કેટલાક લોકોના વિઝા પૂરા થયા હોવા છતા પણ ગેરકાયદે રહી રહ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad માં રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન સર્વેલન્સ શરૂ કર્યું, જુઓ Video

અમદાવાદના નારોલથી પકડાયા હતા ત્રણ યુવક

આ અગાઉ અમદાવાદના નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતુ. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તેમની પુછપરછમાં મોટો ખુલાસો થયો હતો.

યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો થયો હતો ખુલાસો

પૂછપરછમાં અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો હતો. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી. ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ હતુ. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ હતુ.

હિંમતનગરમાંથી ગેરકાયદે ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશી ઝડપાયા હતા

આ અગાઉ સાબરકાંઠાના હિંમતનગરમાં ગેરકાયદે બાંગ્લાદેશી લોકોની ઘૂસણખોરીનો પર્દાફાશ થયો હતો. હિંમતનગરમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર આઠ બાંગ્લાદેશી શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યાં હતા. બાતમીને આધારે SOGની ટીમે પૂજા ફેશન ફેક્ટરીમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન આઠ શખ્સો પાસે પોલીસે આધાર પુરાવા માગ્યા હતા.

બાંગ્લાદેશી શખ્સોને બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરાઈ

પરંતુ એક પણ વ્યક્તિ પાસે કોઇ પણ પુરાવો મળ્યો નો હતો. જેથી પોલીસે આઠ બાંગ્લાદેશી લોકોને ઝડપી પાડ્યાં હતા. ઝડપાયેલા તમામ બાંગ્લાદેશી શખ્સોને બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે પોલીસે ફેક્ટરીના વહીવટદાર સામે પણ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છે.

પકડાયેલા 18 બાંગ્લાદેશીઓના નામ

  • 1. મોહમ્મદ સદામહુસેન
  • 2. મોહમ્મદ ખલીલમિયા
  • 3. મોહમ્મદ શબ્બીર
  • 4. મોહમ્મદ સાકાઉત
  • 5. મિન્ટુ આબુતાલેખ શેખ
  • 6. મીઠાં બાબરઅલી મંડલ
  • 7. ફારુક સદર અલી શેખ
  • 8. મોહમંદ રાજૂહુસેન મુલા
  • 9. જાહિદુલ ઇસ્લામ તાલુગદર
  • 10. જીતુ જતીન્દ્ર બરમન
  • 11. લૂકમાન જરૂલહક ફકીર
  • 12. અબ્દુલરસીદ હમીદઅલી શેખ
  • 13. લિયાકતહુસેન કમલહુસેન શેખ
  • 14. અલઅમીન કમલહુસેન શેખ
  • 15. તારીક અબ્દુલ્લા શેખ
  • 16. સોહિલ શેખ
  • 17. સાહિદ જલાલ શેખ
  • 18. મામુનશા જલાલ શેખ

SOGની ટીમ દ્વારા શહેરના ઓઢવ, સોનીની ચાલી, ઘાટલોડિયા અને ઇસનપૂર વિસ્તાર માથી 18 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે… તપાસ દરમિયાન આ બાંગ્લાદેશી નાગરિકોની પાસે કોઈપણ ભારતીય નાગરિકતવાના કોઈ પુરાવો મળ્યા નથી.. અને તમામ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યા હોવાનું સામે આવ્યુ હતુ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">