વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, કરોડો રુપિયાના વિકાસકામોની આપશે ભેટ

બે દિવસમાં વડાપ્રધાન ગુજરાતને 5,206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે.અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું મહિલા અનામત બિલ પાસ થતા મહિલાઓ દ્વારા અભિવાદન કરાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 9:14 AM

Chhota Udepur : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. બે દિવસમાં વડાપ્રધાન ગુજરાતને 5,206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે.અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું મહિલા અનામત બિલ પાસ થતા મહિલાઓ દ્વારા અભિવાદન કરાશે.

આ પણ વાંચો-Monsoon 2023 : ગુજરાતમાં પાંચ દિવસ રહેશે હળવો વરસાદ, ચોમાસુ થોડા જ દિવસમાં લેશે સત્તાવાર વિદાય, જુઓ Video

અમદાવાદમાં સાયન્સ સિટીમાં કાર્યક્રમ

અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર જવા રવાના થશે. જ્યાં તેઓ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. જે પછી વડાપ્રધાન 27 સપ્ટેમ્બરે અમદાવાદ સાયન્સ સિટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે.વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે.

વડોદરાના કાર્યક્રમમાં આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરાઈ છે. નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉચ્ચ અધિકારીઓએ તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. SPGના સિનિયર અધિકારી, જિલ્લા કલેકટર સહિતના અધિકરીઓએ સ્થળ સમીક્ષા કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલીથી સીધા હેલિકોપ્ટર દ્વારા નવલખીના હેલિપેડ પર ઉતરાણ કરશે. PM મોદી બહેનોની વચ્ચેથી સ્ટેજ પર પહોંચશે, ત્યારે કાર્યક્રમમાં 75 હજારથી 1 લાખ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જેમાં વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

છોટા ઉદેપુરમાં કરોડો રુપિયાના વિકાસકામોનું લોકાર્પણ

આ મુલાકાત દરમિયાન PM છોટાઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધુને વધુ ઉંચુ લાવવા માટે પ્રસાસ કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપશે. આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને વડોદરામાં કાર્યક્રમમાં હાજરી આપશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">