AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે ચુકાદો

Ahmedabad: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે ચુકાદો આપશે. સુરતની ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી  ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 9:05 PM
Share

Ahmedabad: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે ચુકાદો આવશે. રાહુલ ગાંધીના વકીલ દ્વારા સુરતની ટ્રાયલ કોર્ટે ફટકારેલી સજાને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ બે વર્ષની સજાના પગલે રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા પણ ગુમાવી છે. આ આદેશને પડકારતી અરજી પર આવતીકાલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ત્યારે સહુ કોઈની નજરો આ ચુકાદા પર રહેલી છે.

મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમના નિવેદનને લગતા ફોજદારી માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાંથી ઝટકો મળ્યો હતો. જો રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટમાંથી રાહત મળી હોત તો લોકસભામાં તેમના સંસદસભ્ય પદ યથાવત રહેવાનો માર્ગ મોકળો થઈ શક્યો હોત. જો કે હવે રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્ય અંગે ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે નિર્ણય આવી શકે છે.

આ કેસમાં સુરત કોર્ટે ફટકારેલી બે વર્ષની સજામાં રાહુલ ગાંધીને વચગાળાના જામીન મળ્યા છે. જ્યાં સુધી સજા પર સ્ટે માગતી અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી રાહુલના જામીન યથાવત રહેશે.

ચુકાદો તરફેણમાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી- આધારભૂત સૂત્રો

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો જો રાહુલ ગાંધીની તરફેણમાં નહીં આવે તો તેઓ ઓછામાં ઓછી બે લોકસભા ચૂંટણી લડી શકશે નહીં તે નિશ્ચિત છે.  આધારભૂત  સૂત્રોના જણાવ્યા મુજબ જો ચુકાદો તરફેણમાં નહીં આવે તો કોંગ્રેસની સુપ્રીમમાં સજાને પડકારશે.

હાઈકોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી ઓછામાં ઓછી બે લોકસભા ચૂંટણી લડી શકશે નહીં તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ગાંધી પરિવાારના નેતૃત્વ વિના કોંગ્રેસ 2024ની ચૂંટણી મેદાનમાં ઉતરશે કે કેમ તે અંગે શંકા છે.

આ પણ વાંચો : Breaking News : Rahul Gandhi 8 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી! જાણો કયા કેસમાં રાહુલ ગાંધીને સજા થઈ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">