
આજે અમદાવાદમાં પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે.ત્યારે હવે પ્લેન ક્રેશના તમામ રાઝ બ્લેક બોક્સ ખોલશે.તો જાણો બ્લેક બોક્સ શું છે. બ્લેક બોક્સ પ્લેન ક્રેશ બાદ સૌથી મહત્વના ઉપકરણોમાંનું એક છે. તેની મદદથી અકસ્માતની તપાસ કરવામાં આવે છે કે, વિમાન કેવી રીતે ક્રેશ થયું ? આ પાછળનું કારણ શું હતું?કોકપીટમાં પાઈલટ અને અન્ય લોકો શું કરી રહ્યા હતા?બ્લેક બોક્સને ફ્લાઇટ ડેટા રેકોર્ડર કહેવામાં આવે છે.
ફ્લાઇટ સાથે સંકળાયેલી કોઈપણ અકસ્માત શોધવા માટે હંમેશા બ્લેક બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તે વિમાનની ઉડાન દરમિયાનની બધી ફ્લાઇટ પ્રવૃત્તિઓ રેકોર્ડ કરે છે. આ કારણોસર તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) પણ કહેવામાં આવે છે. તેને સુરક્ષિત રાખવા માટે, તે સૌથી મજબૂત ધાતુ ટાઇટેનિયમથી બનાવવામાં આવે છે. ઉપરાંત, અંદરની દિવાલો એવી રીતે બનાવવામાં આવી છે કે જો કોઈ અકસ્માત થાય તો પણ બ્લેક બોક્સ સુરક્ષિત રહે અને તેમાંથી સમજી શકાય કે ખરેખર શું થયું હતું.
આનું નામ સાંભળી એવું લાગે કે, બ્લેક બોક્સ એક કાળો ડબ્બો હોય છે પરંતુ આવું બિલકુલ હોતું નથી. બ્લેક બોક્સ પોતાના નામથી બિલકુલ અલગ નારંગી રંગનું હોય છે અને ફ્લાઈટ રેકોર્ડર (Flight Recorder) પણ કહેવામાં આવે છે. બ્લેક બોક્સ ખુબ મજબુત હોય છે. જેને પ્લેનના પાછળના ભાગમાં રાખવામાં આવે છે.
આ એક એવું ઉપકરણ છે જે ઉડાન દરમિયાન વિમાનનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરે છે. તેનું મુખ્ય કાર્ય એ શોધવાનું છે કે, વિમાન દુર્ઘટના કે કોઈ ગંભીર ઘટના દરમિયાન શું થયું? ડેટા એકત્રિત કરવાનો છે. દરેક વિમાનમાં બે ડેટા રેકોર્ડર હોય છે, જે એકબીજા સાથે જોડાયેલા હોય છે.
બ્લેક બોક્સ સુરક્ષિત રહે છે કારણ કે તે ટાઇટેનિયમથી બનેલું છે અને તેમાં અનેક સ્તરો છે. જો વિમાનમાં આગ લાગી જાય તો પણ તેના નાશ થવાની શક્યતા લગભગ નહિવત્ છે કારણ કે તે લગભગ 1 કલાક સુધી 10,000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો સામનો કરી શકે છે. આ પછી પણ, આ બોક્સ આગામી 2 કલાક સુધી લગભગ 260 ડિગ્રી તાપમાન સહન કરી શકે છે. તેની એક ખાસિયત એ છે કે તે લગભગ એક મહિના સુધી લાઈટ વિના કામ કરે છે, એટલે કે ક્રેશ થયેલા વિમાનને શોધવામાં સમય લાગે તો પણ, ડેટા બોક્સમાં સાચવેલો રહે છે.
Published On - 2:57 pm, Thu, 12 June 25