બિકાનેર સ્પેશિયલ ટ્રેનનો રુટ લંબાવવામાં આવ્યો, સુરત, વડોદરા, અમદાવાદ સહિતના મુસાફરોને મળશે લાભ

|

Jan 25, 2023 | 6:20 PM

Railway News : આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ભીલડી, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોડરણ, જાલોર, મોકલસર, સમદરી, લુની, જોધપુર, મેર્તા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો પર ઉભી રહેશે.

બિકાનેર સ્પેશિયલ ટ્રેનનો રુટ લંબાવવામાં આવ્યો, સુરત, વડોદરા, અમદાવાદ સહિતના મુસાફરોને મળશે લાભ
બિકાનેર સ્પેશિયલ ટ્રેનનો રુટ લંબાવવામાં આવ્યો

Follow us on

બાંદ્રા ટર્મિનસ – બિકાનેર સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ પશ્ચિમ રેલવે દ્વારા લંબાવવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વેએ ટ્રેન નંબર 04714/04713 બાંદ્રા ટર્મિનસ – બિકાનેર સ્પેશિયલ ટ્રેનની આવર્તન વિશેષ ભાડા પર લંબાવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો આપી છે. આ ટ્રેન ગુજરાતના ઘણા બધા મોટા શહેરોને કનેક્ટ કરશે. જેના પગલે મુસાફરોને ઘણો બધો લાભ મળશે.

બાંદ્રા ટર્મિનસ – બિકાનેર સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 04714 બાંદ્રા ટર્મિનસ – બીકાનેર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે 16.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે બિકાનેર પહોંચશે. આ ટ્રેનને અગાઉ 27 જાન્યુઆરી, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી અને હવે તેને 31 માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 04713 બીકાનેર – બાંદ્રા (ટી) સ્પેશિયલ દર ગુરુવારે 15.00 કલાકે બિકાનેરથી ઉપડશે અને બીજા દિવસે 13.40 કલાકે બાંદ્રા (ટી) પહોંચશે.

ગુજરાતના અનેક શહેરને મળશે કનેક્ટિવીટી

આ ટ્રેનને અગાઉ 26 જાન્યુઆરી, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી અને હવે તેને 30 માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ભીલડી, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોડરણ, જાલોર, મોકલસર, સમદરી, લુની, જોધપુર, મેર્તા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ટ્રેન નંબર 04714ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 26મી જાન્યુઆરી, 2023થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

મહત્વનું છે કે પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે જેમાં રેલવે વિભાગે મુસાફરો દ્વારા નવી બે ટ્રેન શરુ કરવામાં આવશે. બાંદ્રા ટર્મિનસ-ભુજ અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર બે ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન તરીકે ચલાવવાનો નિર્ણય કર્યો છે.

બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન

બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન બાંદરા ટર્મિનસથી શુક્રવારે 27 મી જાન્યુઆરીના રોજ સવારે 9.15 વાગ્યે ઉપડશે અને રાતે 11.45 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન ભાવનગરથી પરત ગુરૂવારે 26 જાન્યુઆરીએ બપોરે 2.50 કલાકે ઉપડશે જે ટ્રેન શુક્રવાકરે સવારે 6 કલાકે બાંદરા ટર્મિનસ પહોંચશે.

બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશ્યલ ટ્રેન

બાંદરા ટર્મિનસ-ભૂજ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન 25મી જાન્યુઆરી 2023ના દિવસથી શરુ કરવામાં આવશે. આ ટ્રેન બુધવારે સાંજે 7.25 વાગ્યે બાંદરા ટર્મિનલથી ઉપડશે અને ગુરુવારે 10.25 સવારે ભૂજ પહોંચશે. ભુજ સ્પેશ્યલ ટ્રેન શુક્રવારે 27 જાન્યુઆરી 2023ના રોજ ભૂજથી બપોરે 1.15 કલાકે ઉપડશે અને શનિવાર સવારે 4.15 વાગ્યે બાંદરા પહોંચશે.

Next Article