બરવાળા ઝેરી દારૂ કેસમાં મોટો ઘટસ્ફોટ, SITએ રજૂ કરેલા સોગંદનામામાં સમીર પટેલ જ મુખ્ય સૂત્રધાર

|

Aug 23, 2022 | 9:07 AM

ઝેરી દારૂ પ્રકરણમાં કુલ 49 લોકોનાં મોત થયા હતા.આ કેસમાં આરોપી સમીર પટેલે ધંધુકાના ગુનામાં ધરપકડથી બચવા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

બરવાળા ઝેરી દારૂ કેસમાં મોટો ઘટસ્ફોટ, SITએ રજૂ કરેલા સોગંદનામામાં સમીર પટેલ જ મુખ્ય સૂત્રધાર
Barwala Hooch Tragedy

Follow us on

બરવાળા અને ધંધુકા ઝેરી દારૂ કેસમાં (Barwala Hooch Tragedy) ચોંકાવનારી હકીકતનો ઘટસ્ફોટ થયો છે. એમોસ કંપનીના માલિક સમીર પટેલ વિરૂદ્ધ SITએ રજૂ કરેલા સોગંદનામામાં સમીર પટેલ જ મુખ્ય સૂત્રધાર હોવાનો દાવો કરાયો છે.ઝેરી દારૂ પ્રકરણમાં કુલ 49 લોકોનાં મોત થયા હતા.આ કેસમાં આરોપી સમીર પટેલે ધંધુકાના ગુનામાં ધરપકડથી બચવા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જેના વિરોધમાં તપાસનીશ અધિકારીએ સરકારી વકીલ મારફતે એફિડેવિટ (affidavit)  કરીને જણાવ્યું હતું કે સમીર પટેલ મુખ્ય સૂત્રધાર છે. આરોપીઓ સામે સદોષ માનવવધના ગુનાહિત કૃત્ય સહિત અન્ય ગુનામાં તપાસ ચાલુ છે.

જેથી આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં. તપાસમાં આરોપીની હાજરી જરૂરી છે.આરોપીના આગોતરા જામીન મંજૂર કરવામાં આવશે તો સાક્ષીઓને ઘમકીઓ આપીને કેસ નબળો કરવાની શક્યતા નકારી શકાય નહીં, ત્યારબાદ એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ (Additional District Judge)  ડી.કે. દવેએ આગોતરા જામીન અરજી હુકમ માટે રાખી છે.

સગેવગે કરાયેલો મિથેનોલનો જથ્થો જ જીવલેણ બન્યો

તો બીજીતરફ ઝેરી દારૂ કેસમાં જીવલેણ સાબિત થયેલું મિથેનોલ એમોસ કંપની (AMOS Company) જે કંપનીને સપ્લાય કરતી હતી તે ફિનાર કંપનીએ વારંવાર સમીર પટેલને ઈમેઈલથી એવી જાણ કરી હતી કે તેમના માલમાં અનેક વખત ઘટ પડે છે. છતાં સમીર પટેલે આ ઈમેઈલના જવાબ નહોતા આપ્યા. અને કંપનીમાંથી સગેવગે થતા મિથેનોલના જથ્થાને રોકવાના પણ કોઈ પગલાં નહોતા ભર્યા અને સગેવગે કરાયેલો મિથેનોલનો જથ્થો જ જીવલેણ બન્યો.આ માટે સમીર પટેલ (Samir Patel) જ જવાબદાર ઠેરવાય તેવા તમામ પુરાવા SITને મળ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બોટાદ ઝેરી દારૂકાંડમાં એક બાદ એક ખૂલાસાઓ થઈ રહ્યા છે. જેમા જે કંપનીમાંથી કેમિકલ મિથોનોલ (Methanol) સપ્લાય કરવામાં આવ્યુ હતુ તે અમદાવાદ(Ahmedabad)ના ચાંગોદરની AMOS કંપની ફિનાર કંપનીને સપ્લાય કરતી હતી.  ફિનાર કંપનીએ અનેકવાર એમોસ કંપની અને કંપનીના મુખ્ય ડિરેક્ટર સમીર પટેલ(Samir Patel)ને મેઈલ કરી મટિરિયલમાં ઘટ હોવાની જાણકારી આપી હતી. પરંતુ સમીર પટેલ કે એમોસ કંપની(Amos Company)એ તેના પર કોઈ એક્શન લીધા ન હતા અને મેઈલનો રિપ્લાય પણ કર્યો ન હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે માલ ઓછો પહોંચતો હોવાની જાણ હોવા છતા સમીર પટેલે કોઈ પગલા લીધા ન હતા. અને કંપનીમાંથી મિથેનોલ ચોરી થઈ રહ્યુ હોવાની તેમને જાણ હોવી જોઈએ. તપાસ એજન્સીઓ મેઈલમાં મળેલી આ વિગતોને પૂરાવા સ્વરૂપે કોર્ટ સમક્ષ પણ મુકશે.

Published On - 9:04 am, Tue, 23 August 22

Next Article