બોટાદ ઝેરી દારૂકાંડ: તપાસ એજન્સીઓને સમીર પટેલ વિરુદ્ધ મળ્યા મહત્વના પૂરાવા, ફિનાર કંપનીએ કરેલા ઈમેલમાં થયો ખૂલાસો, જાણો

Botad Hooch Tragedy: એમોસ કંપનીના ડિરેક્ટર સમીર પટેલ વિરુદ્ધ તપાસ એજન્સીઓને વધુ મજબૂત કડીરુપ પુરાવા હાથ લાગ્યા છે. જેમા ફિનાર કંપનીને સપ્લાય થતા મિથેનોલમાં સતત ઘટ આવી રહી હોવાના ઈમેઈલ ફિનાર કંપની દ્વારા સમીર પટેલને અને કંપનીના ઓફિશ્યિલ આઈડી પર કરવામાં આવ્યા હતા.

બોટાદ ઝેરી દારૂકાંડ: તપાસ એજન્સીઓને સમીર પટેલ વિરુદ્ધ મળ્યા મહત્વના પૂરાવા, ફિનાર કંપનીએ કરેલા ઈમેલમાં થયો ખૂલાસો, જાણો
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2022 | 6:32 PM

બોટાદ ઝેરી દારૂકાંડમાં એક બાદ એક ખૂલાસાઓ થઈ રહ્યા છે. જેમા જે કંપનીમાંથી કેમિકલ મિથોનોલ (Methanol) સપ્લાય કરવામાં આવ્યુ હતુ તે અમદાવાદ(Ahmedabad)ના ચાંગોદરની એમોસ કંપની ફિનાર કંપનીને સપ્લાય કરતી હતી.  ફિનાર કંપનીએ અનેકવાર એમોસ કંપની અને કંપનીના મુખ્ય ડિરેક્ટર સમીર પટેલ(Samir Patel)ને મેઈલ કરી મટિરિયલમાં ઘટ હોવાની જાણકારી આપી હતી. પરંતુ સમીર પટેલ કે એમોસ કંપની(Amos Company)એ તેના પર કોઈ એક્શન લીધા ન હતા અને મેઈલનો રિપ્લાય પણ કર્યો ન હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે માલ ઓછો પહોંચતો હોવાની જાણ હોવા છતા સમીર પટેલે કોઈ પગલા લીધા ન હતા. અને કંપનીમાંથી મિથેનોલ ચોરી થઈ રહ્યુ હોવાની તેમને જાણ હોવી જોઈએ. તપાસ એજન્સીઓ મેઈલમાં મળેલી આ વિગતોને પૂરાવા સ્વરૂપે કોર્ટ સમક્ષ પણ મુકશે.

Amos કંપનીના ડિરેક્ટર સમીર પટેલ સામે કસાશે કાયદાનો ગાળિયો

હાલ તો ફિનાર કંપનીએ કરેલા મેઈલની જે વિગતો સામે આવી છે તેને જોતા એમોસ કંપની અને તેના ડિરેક્ટર સમીર પટેલ સામે કાયદાનો ગાળિયો વધુ કસાઈ શકે છે. એમોસ કંપનીમાંથી જ્યાં મિથેનોલ સપ્લાય થતુ હતુ તે ફિનાર કંપનીએ અવારનવાર એમોસ કંપનીના ઓફિશ્યિલ ઈમેલ આઈડી પર અને સમીર પટેલના ઈમેલ આઈડી પર બંનેને મેઈલ કરીને મટિરિયલમાં ઘટ હોવાની જાણકારી આપી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ફિનાર કંપનીએ એમોસ કંપનીને મેઈલ કરી મટિરિયલમાં ઘટ હોવાની કરી હતી જાણ

ફિનાર કંપની ચોક્સાઈથી કામ લેવા માગતી હતી, તેમને ઘટનાની ગંભીરતા વિશે જાણ હતી પરંતુ સમીર પટેલ કે તેમની કંપની દ્વારા આ મુદ્દે કોઈપણ રિપ્લાય આપવામાં આવ્યો નહોંતો. વારંવાર માલ ઓછો જતો હોવાછતા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોલીસ એવુ પણ માની રહી છે કે સમીર પટેલ જાણતા હતા તેમની કંપનીમાંથી જે મિથેનોલ સપ્લાય થઈ રહ્યુ છે તે તેમા ક્યારેક ઘટ આવી રહી છે. આ મિથેનોલ છે તે ચોરી થઈ રહ્યુ છે. છતા કેમિકલમાં ઘટ આવવા બાબતે તેમણે કોઈ પગલા લીધા ન હતા. સમગ્ર ઝેરી દારૂકાંડમાં 43 જેટલા લોકોના મોત થયા હતા. પોલીસે સમીર પટેલ વિરુદ્ધ 304ની કલમ લગાવવા માટેની કોર્ટ કાર્યવાહી પણ કરી લીધી છે. હાલ તપાસ એજન્સીઓને જે પુરાવા મળ્યા છે તે આગામી દિવસોમાં પોલીસ કોર્ટમાં મજબુત પુરાવા તરીકે રાખી શકે છે જેમા સમીર પટેલની મુશ્કેલીઓ પણ વધી શકે છે.

ઈનપુટ ક્રેડિટ-મિહિર ભટ્ટ- અમદાવાદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">