મોટિવેશન સ્પીકર બન્યો ડ્રગ્સ સપ્લાયર, પૈસાની લાલચમાં ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી

|

Jun 21, 2022 | 5:09 PM

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાનનો ડ્રગ્સ પેડલર દેવરાજ ચૌધરીએ ગણપત બિશનૌઈ ડ્રગ્સના જથ્થો સપ્લાય માટે મોકલ્યો હતો. જે ડ્રગ્સનો જથ્થો જામનગરના મૈંયુદીનને રાજકોટમાં પહોંચાડવાનો હતો

મોટિવેશન સ્પીકર બન્યો ડ્રગ્સ સપ્લાયર,  પૈસાની લાલચમાં ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી
Drugs supplier arrest

Follow us on

ઝડપથી પૈસા કમાવા કેટલાય યુવાનો શોર્ટ કટ અપનાવવા લલચાઈ જતા હોય છે અને પરિમાણે મોટા ગુનામાં ફસાઈ જતા હોય છે. વાંરવાર આવી ઘટનાઓ સામે અવતી રહે છે છતાં કેટલાક યુવાનો પૈસાની લાલચમાં ગુનાખોરીનો માર્ગ પકડી લેતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદ (Ahmedabad)  પોલીસના ધ્યાને આવી છે. અમદાવાદ પોલીસે એક યુવકને પકડી પાડ્યો છે જે મોટિવેશન સ્પીકર હોવા છતાં પૈસાની લાલચમાં ડ્રગ્સ (Drugs) સપ્લાયર બની ગયો છે. પિતાની બીમારીના બહાને આ યુવકે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી. હવે ડ્રગ્સ માફિયા યુવાનોને ડ્રગ્સ કેરિયર તરીકે ઉપયોગ કરાવી રહ્યા છે. કાલુપુર પોલીસ (Police) આવા જ એક ડ્રગ્સ કેરિયરની ધરપકડ કરી છે. કોણ છે આરોપી જોઈએ આ અહેવાલમાં.

પોલીસે ઝડપી પાડેલો 23 વર્ષીય ગણપત ઝાલારામ બીશનોઇ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે અને ડ્રગ્સ કેરિયર બોય તરીકે કામ કરે છે. કાલુપુર પોલીસે ગણપતને 83 ગ્રામ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. કાલુપુર પોલીસને એક બાતમી મળી હતી કે સારંગપુર સર્કલ નજીક એક યુવક રાજસ્થાન થી ડ્રગ્સનો જથ્થો લઈ આવી રહ્યો હતો તે આધારે એક શકાસ્પદ યુવક તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે 83 ગ્રામ એમ.ડી ડ્રગ્સ કુલ 8.5 લાખનું ડ્રગ્સ કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી હતી.

ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપી ગણપત બીશનોઇ એક મોટિવેશન સ્પીકર છે પરંતુ શોટકટમાં પૈસા કમાવાની લાલચમાં ડ્રગ્સ કેરિયર બની ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાનનો ડ્રગ્સ પેડલર દેવરાજ ચૌધરીએ ગણપત બિશનૌઈ ડ્રગ્સના જથ્થો સપ્લાય માટે મોકલ્યો હતો. જે ડ્રગ્સનો જથ્થો જામનગરના મૈંયુદીનને રાજકોટમાં પહોંચાડવાનો હતો. જોકે ડ્રગ્સ રાજકોટ પહોંચે તે પહેલા જ કાલુપુર પોલીસે અમદાવાદ માંથી ઝડપી લીધો છે. પરતું પકડાયેલ આરોપી ગણપત પિતાની બીમારી બહાને ડ્રગ્સ હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ડ્રગ્સની હેરાફેરી માટે આરોપી ગણપતને એક ટ્રીપના 6 હજાર રૂપિયા મળતા હતા અને આરોપીની બીજી ટ્રીપ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે ડ્રગ્સ હેરાફેરીમાં રાજસ્થાનના પેડલરો ગુજરાત માં ડ્રગ્સ મોકલતા હોવાનું ખુલ્યું છે. ત્યારે રાજસ્થાન અને ગુજરાતના ડ્રગ્સ નેટવર્કને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Article