ફીમેલ હેલ્થ વર્કરની કુલ 3137 જગ્યાઓ માટે 17574 જેટલાં ઉમેદવારો એ પરીક્ષા આપી

|

Jun 26, 2022 | 7:03 PM

ફીમેલ હેલ્થ વર્કરની કુલ 3137 જગ્યાઓ માટે કુલ 20941 ઊમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી 17577 (84%) ઉમેદવારોએ આજે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી.

ફીમેલ હેલ્થ વર્કરની કુલ 3137 જગ્યાઓ માટે 17574 જેટલાં ઉમેદવારો એ પરીક્ષા આપી
Symbolic image
Image Credit source: PTI

Follow us on

પંચાયત (Panchayat) , ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને સરકારી સેવામાં જોડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) ના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સરકારી સેવામાટેની પરીક્ષા (Exam) ઓ સંપૂર્ણ પારદર્શી રીતે યોજાય એ માટે સધન આયોજન કરવામાં આવી રહ્યુ છે જેના ભાગરૂપે આજે રાજ્યમાં ફિમેલ હેલ્થ વર્કરની અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) સંવર્ગની પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજાઈ હતી. રવિવારના રોજ યોજાયેલીઆ પરીક્ષામાં મોટા ભાગના ઉમદેવારઓ હાજરી આપી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે પહેલાંથી જ પૂરુતી તૈયારી કરી લેવામાં આવી હતી જેના પગલે રાજ્યમાં ક્યાંય કોઈ કોપીકેસ કે અન્ય ઘટના બની નહોતી. તમામ પરીક્ષાર્થીઓએ શાંતીપુર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. તમામ ઉમેદવારોની જવાબવહી (ઓ.એમ.આર.) શીટનું સ્કેનિંગ પૂર્ણ કરી તેન યોગ્ય રીતે સીલ કરી સંબંધીત જગ્યાએ સુરક્ષિત મોકલી દેવામાં આવી હતી.

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ઉમેર્યુ કે,આજે સવારે 11 કલાકે યોજાયેલી ફીમેલ હેલ્થ વર્કરની કુલ 3137 જગ્યાઓ માટે કુલ 20941 ઊમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી 17577 (84%) ઉમેદવારોએ આજે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણ માં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. આ ઉમેદવારોની જવાબવહી (ઓ.એમ.આર.) શીટનું સ્કેનિંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે અને ઓ.એમ. આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઈ શકે અને પ્રિન્ટ લઇ શકે તે રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જ્યારે, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર( પુરૂષ)ની 1866 જગ્યાઓ માટે કુલ 46180 ઉમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી આજે 15 કલાકે યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં 40960 (89%) ઉમેદવારોએ આજે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. રાજકોટ કેન્દ્ર ખાતે એક ઉમેદવાર મોબાઇલ સાથે પકડાયેલ છે, જેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ છે. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. ઉમેદવારોની જવાબવહી (ઓ.એમ.આર.) શીટ નું સ્કેનિંગ ચાલી રહેલ છે, જે પૂર્ણ થયા બાદ તરત જ આ ઓ.એમ.આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઈ શકે તે માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે.

Next Article