AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવેના અમદાવાદ ડિવિઝન પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ હેઠળ સ્ટોલ પર ઉત્પાદનોના વેચાણ માટે અરજીઓ મંગાવવામાં આવી

ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વસુલભ બનાવવા માટે વન સ્ટેશન-વન પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેથી ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને લાભ મળી શકે.

રેલવેના અમદાવાદ ડિવિઝન પર 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' હેઠળ સ્ટોલ પર ઉત્પાદનોના વેચાણ માટે અરજીઓ મંગાવવામાં આવી
Darshal Raval
| Edited By: | Updated on: May 03, 2023 | 11:38 AM
Share

રેલવે વિભાગ અવનવી યોજનાઓ દ્વારા મુસાફરોને સુવિધા ઊભી થાય તેવા પ્રયાસો કરતી રહે છે. મહત્વનુ છે કે, ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરોને તકલીફ નહીં પડે તેમજ જરૂરી વસ્તુઓ રેલવે સ્ટેશન પર જ મળી રહે તે માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા સુવિધા ઊભી કરવા પ્રયાસ કરાયો છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, અમદાવાદ પવન કુમાર સિંહના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ અમદાવાદ ડિવઝનના અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, ભુજ, ગાંધીનગર, વિરમગામ, સાબરમતી તથા મણિનગર સ્ટેશનો પર “વન સ્ટેશન-વન પ્રોડક્ટ” (OSOP) સ્ટોલ્સ પર ઉત્પાદનોના વેચાણ માટે રસ ધરાવતી વ્યક્તિઓ કે સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

રુ.1000 ની નજીવી ટોકન રકમ પર ફાળવવામાં આવશે

ઉપરોક્ત સ્ટેશનો માટે વિવિધ વિક્રેતાઓને આ સ્ટોલ પ્રાયોગિક ધોરણે 15 દિવસ માટે માટે રુ.1000 ની નજીવી ટોકન રકમ પર ફાળવવામાં આવશે. જે અંતર્ગત હેન્ડીક્રાફ્ટ, સ્થાનિક ખાદ્યપદાર્થો, સ્વ-સહાય જૂથો દ્વારા નિર્મિત ઉત્પાદનો, કાપડ અને હાથશાળ, સ્થાનિક રમકડાં, ચામડાની બનાવટો, પરંપરાગત સાધનો, ગારમેન્ટ્સ વગેરે ઉપરાંત અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન ગોઠવીને વેચાણ કરી શકાશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓળખકાર્ડ ધારકો અરજી કરી શકે છે

વ્યક્તિગત કારીગરો કે શિલ્પકારો અને સ્વસહાય જૂથો જેવી સંસ્થાઓને આમંત્રિત છે. તમામ આ યોજનામાં ભાગ લઈ શકશે. આ યોજનાનો લાભ લેવા માટે ઉત્પાદકો, વિકાસ કમિશનર,રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ, TRIFED રજીસ્ટ્રેશન , રજીસ્ટર્ડ સ્વ-સહાય સંસ્થાઓ અથવા MSME પ્રમાણપત્ર ધારકો અરજી કરી શકે છે.

આ પણ વાંચો : ઊંઝા ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ગુજરાતની બીજી સૌથી મોટી નગરયાત્રાની તૈયારીઓ કરી શરૂ

ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વસુલભ બનાવવા માટે વન સ્ટેશન-વન પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેથી ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને લાભ મળી શકે છે. આ બાબતે વધુ માહિતી માટે સ્ટેશન મેનેજર/વાણિજ્ય નિરીક્ષક અને વાણિજ્ય વિભાગ, DRM ઓફિસ, GCS હોસ્પિટલ સામે, નરોડા રોડ, અમદાવાદ-382345 નો સંપર્ક કરો. સોમવારથી શુક્રવાર સવારે સમય 10.30 થી સાંજના 06.00 વાગ્યા સુધી રુબરમાં અથવા મો.નંબર 9724093967 પર સંપર્ક કરી શકાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">