G-20 સમિટના ઉપક્રમે અમદાવાદમાં આગામી મહિને યોજાશે અર્બન 20ની મહત્વપૂર્ણ બેઠક, વિવિધ દેશોના પ્રતિનિધિઓ થશે સામેલ

Ahmedabad: અમદાવાદમાં આગામી મહિના અર્બન 20 (U-20)ની મહત્વની બેઠક મળવાની છે. UNSDGના ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને સાકાર કરવાની દિશામાં મહત્ત્વનો પડાવ અમદાવાદ બનશે. G-20 પહેલા યોજાનારી U-20ની બેઠક દેશમાં પ્રથમવાર અમદાવાદમાં મળવા જઈ રહી છે.

G-20 સમિટના ઉપક્રમે અમદાવાદમાં આગામી મહિને યોજાશે અર્બન 20ની મહત્વપૂર્ણ બેઠક, વિવિધ દેશોના પ્રતિનિધિઓ થશે સામેલ
ભારત કરશે જી-20ની યજમાની
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jan 26, 2023 | 11:46 PM

અમદાવાદમાં આગામી મહિને અર્બન-20 (U-20)ની મહત્ત્વની બેઠક યોજાવા જઈ રહી છે. U-20 એ જી-20 દેશોના શહેરોનું જૂથ છે. 9 અને 10 ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ બેઠકમાં વિવિધ દેશોના પ્રતિનિધિમંડળ સામેલ થશે. અમદાવાદમાં યોજાનાર બેઠક U-20 સાઇકલની છઠ્ઠી બેઠક છે. એટલે કે આ અગાઉ 5 વર્ષમાં અલગ અલગ દેશોમાં આ બેઠક મળી હતી. છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં U-20 બેઠક મળી હતી. પણ અમદાવાદમાં યોજાનાર બેઠક માત્ર U-20 જ નહીં પણ UNSC (યુનાઇટેડ નેશન્સ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગ્રુપના ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને સાકાર કરવાની દિશામાં મહત્ત્વનું ડગ પુરવાર થશે.

UNS-એ આ દાયકાને નક્કર કાર્યવાહીનો દસકો એટલે કે ડીકેડ ફોર એક્શન જાહેર કર્યો છે. અમદાવાદમાં યોજાનાર U-20 બેઠકનો મૂળ હેતુ ઈરાદાઓને નક્કર કાર્યવાહીમાં તબદીલ કરવાનો છે. U-20 શહેરોના લીડર્સ તથા શેરપા આવતા મહિને અમદાવાદમાં આ કાર્યવાહીની રુપરેખા નક્કી કરશે.

અમદાવાદમાં યોજાનાર છઠ્ઠી U-20 બેઠકમાં મુખ્યત્વે 6 મુદ્દા પર ફોકસ રહેશે. જેમાં પર્યાવરણને અનુકૂળ વર્તનને પ્રોત્સાહન, જળ સુરક્ષા, ક્લાઇમેટ ફાયનાન્સને વેગ, સ્થાનિક ઓળખને પ્રાધાન્ય, શહેરી સંચાલન અને આયોજન તથા શહેરી જીવનની સુવિધાઓનું ડિજીટલાઇઝેશનનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઉલ્લેખનીય છે કે હાલ અડધાથી વધુ માનવવસ્તી શહેરોમાં વસે છે. એક અંદાજ પ્રમાણે 2050 સુધીમાં વિશ્વની બે તૃતિયાંશ વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. જ્યારે કુલ ઊર્જાનો 75 ટકા હિસ્સો વિશ્વના શહેરોમાં વપરાય છે અને આટલા જ પ્રમાણમાં ઉત્સર્જન પણ થાય છે. તેથી ક્લાઇમેટ ચેન્જની સૌથી પહેલી અસર પણ શહેરો જ અનુભવે છે.

દેશમાં પહેલીવાર અમદાવાદમાં અર્બન-20 બેઠક

ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે એ G-20નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું છે ત્યારે G-20 લીડરશીપ સમિટના ભાગરૂપે ઇ-20 સાઇકલની બેઠક આગામી મહિને અમદાવાદમાં યોજાશે. U-20 શેરપાની આ બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે. U-20 સાઇકલની પાંચ બેઠક અત્યાર સુધી વિવિધ દેશોમાં યોજાઈ ચૂકી છે.

આ પણ વાંચો: G-20: આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે

અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે જ્યાં આ બેઠક યોજાશે. ખાસ વાત એ છે અમદાવાદમાં યોજાનાર સમિટમાં ચર્ચાથી આગળ વધીને નક્કર પગલાં ભરવા માટેનો રોડમેપ નિર્ધારીત થશે. U-20 સમિટ છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાઈ હતી જયારે 2021માં ઇટલીના રોમમાં, 2020માં રિયાધમાં તથા 2019ની. U- 20 સમિટ ટોકિયોમાં યોજાઈ હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">