યુવરાજસિંહની ધરપકડ મુદ્દે AAP આકરા પાણીએ, પરીક્ષામાં સરકારની ગેરરીતિઓ બહાર ન આવે તે માટે ધરપકડ કરાયાનો આક્ષેપ

યુવરાજ સિંહની (Yuvrajsinh Jadeja)ધરપકડ થતાં આમ આદમી પાર્ટીએ (AAP) ભાજપ સરકાર પર વાગ્બાણ ચલાવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત યુથ વિંગના પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામે આક્ષેપ કર્યા કે આગામી એલઆરડીની પરીક્ષામાં સરકારની ગેરરીતીઓ બહાર ન આવે તે માટે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.

યુવરાજસિંહની ધરપકડ મુદ્દે AAP આકરા પાણીએ, પરીક્ષામાં સરકારની ગેરરીતિઓ બહાર ન આવે તે માટે ધરપકડ કરાયાનો આક્ષેપ
''An effort to hide paper leak scams'' AAP over Yuvrajsinh Jadeja's arrest
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 6:40 PM

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja)ની ગાંધીનગર (Gandhinagar)માં ધરપકડ થઇ છે. ત્યારે  યુવરાજસિંહની ધરપકડ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) આકરા પાણીએ છે. યુવરાજ સિંહની ધરપકડ થતાં આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર વાગ્બાણ ચલાવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત યુથ વિંગના પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામે આક્ષેપ કર્યા કે આગામી એલઆરડીની પરીક્ષામાં સરકારની ગેરરીતીઓ બહાર ન આવે તે માટે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે.

યુવરાજસિંહ સામે પોલીસ પર ગાડી ચડાવી દેવાના પ્રયાસ કરવાનો અને વિદ્યા સહાયકોને ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે કલમ 322 અને કલમ 307 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે યુવરાજસિંહના મોબાઈલ જપ્ત કરીને FSLમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. FSLના રિપોર્ટમાં જો કંઈ વાંધાજનક નીકળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મહત્વનું છે કે ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ કહ્યું કે- ગઈકાલે નિયમોનો ભંગ અને મંજૂરી ન હોવાથી આંદોલન કરી રહેલા વિદ્યા સહાયકોની અટકાયત કરાઈ હતી. તેમને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા. જ્યાં યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા.આ દરમિયાન પોલીસ અને યુવરાજસિંહ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન વધુ પોલીસ આવતાં યુવરાજસિંહ કારમાં બેસી ગયા હતા. જે બાદ તેમણે પોલીસ કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો તેમના પર આરોપ મુકાયો છે. જે મામલે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે યુવારજસિંહની કારમાં જ કેમેરા લગાવેલા છે. જેમાં તે બધુ રેકોર્ડિંગ કરે છે. પોલીસ કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી દેવાના પ્રયાસની ઘટના પણ તેના જ કેમેરામાં કેદ થઈ છે. પોલીસે કહ્યું કે તેનો મોબાઈલ અને રેકોર્ડ થયેલો વીડિયો તપાસ માટે FSLમાં મોકલી અપાશે  અને પોલીસની કાર્યવાહી બાદ યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.  યુવરાજસિંહને છોડવા માટે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલે છે પણ જ્યારે લોકો વીડિયો જોશે તો તેમને પણ સત્ય ખબર પડી જશે.

આ પણ વાંચો-ઉનાળાની શરુઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી

આ પણ વાંચો-Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">