ઝેરી દારુકાંડ: AMOS કંપનીના ડિરેક્ટર્સની મુશ્કેલી વધી શકે, ચારેય ડિરેક્ટર વિરૂદ્ધ મિથેનોલના લાયસન્સ મુદ્દે થઈ શકે છે કાર્યવાહી

|

Aug 03, 2022 | 5:01 PM

ઝેરી દારૂકાંડમાં અમદાવાદ (Ahmedabad) નજીક આવેલી AMOS કંપનીમાંથી 600 લીટર મિથેનોલ લઈ જવામાં આવ્યું હતું. આ સમગ્ર કાંડ સામે આવ્યા બાદ AMOS કંપની સામે પણ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

ઝેરી દારુકાંડ: AMOS કંપનીના ડિરેક્ટર્સની મુશ્કેલી વધી શકે, ચારેય ડિરેક્ટર વિરૂદ્ધ મિથેનોલના લાયસન્સ મુદ્દે થઈ શકે છે કાર્યવાહી
AMOS કંપનીના ડિરેક્ટર્સની મુશ્કેલી વધી શકે

Follow us on

બોટાદ ઝેરી દારૂકાંડ મુદ્દે AMOS કંપનીના ડિરેક્ટર્સની મુશ્કેલી વધી શકે છે. બોટાદ ઝેરી દારૂકાંડ મુદ્દે હવે અમદાવાદની (Ahmedabad) AMOS કંપનીના ડિરેક્ટરો પર કાયદાનો ગાળિયો કસાઈ શકે છે. AMOS કંપનીના સમીર પટેલ (Samir Patel) સહિત ચારેય ડિરેક્ટરો વિરૂદ્ધ મિથેનોલના લાઈસન્સના (License of Methanol) ઉલ્લંઘન મુદ્દે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. સમીર પટેલ સહિતના ડિરેક્ટરે મિથેનોલ અંગેના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો ખુલાસો થયો છે. તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, કંપનીએ GPCBનું લાયસન્સ પણ લીધું ન હતું. હાલ નશાબંધી ખાતાએ એમોસ કંપનીને અલગ-અલગ પાંચ નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.

બીજી તરફ ઝેરી દારૂકાંડ કેસમાં AMOS કંપનીના માલિક સમીર પટેલની અરજી કોર્ટે ફગાવી છે. બરવાળા ઝેરી કેમિકલ કાંડમાં અમદાવાદની AMOS કંપની પર પોલીસે સકંજો કસ્યો છે. પોલીસે AMOS કંપનીના 4 સંચાલકો સામે લૂક આઉટ નોટિસ જાહેર કરી છે. ત્યારે કંપનીના ચારેય ડાયરેક્ટરોએ કરેલી જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ધરપકડથી બચવા AMOS કંપનીના માલિક સમીર પટેલ સહિત તમામ ડાયરેક્ટર્સે હાઇકોર્ટમાં આગોતરા જામીન માગ્યા હતા. જો કે હાઇકોર્ટે સેશન્સ કોર્ટમાં અરજી કરવા આરોપીઓને છૂટ આપી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઝેરી દારૂકાંડમાં 43 લોકોના મોત આ મિથેનોલની વધુ પડતી માત્રાના કારણે જ થઈ ગયા હતા. જેમાં મિથેનોલને જ લોકો દારૂ સમજીને પી ગયા હોવાનું પણ સામે આવ્યુ છે. ઝેરી દારૂકાંડમાં અમદાવાદ નજીક આવેલી AMOS કંપનીમાંથી 600 લીટર મિથેનોલ લઈ જવામાં આવ્યું હતું. આ સમગ્ર કાંડ સામે આવ્યા બાદ AMOS કંપની સામે પણ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો અને કંપનીમાં આવતા કેમિકલના જથ્થાની તપાસ હાથ ધરાઈ હતી.

ઝેરી દારૂકાંડમાં 43 લોકોએ ગુમાવ્યા જીવ

બરવાળા ઝેરી કેમિકલ કાંડની ઘટનામાં બે મહત્વની ઘટનાઓ સામે આવી હતી, જેમાં બરવાળા કેમિકલ કાંડમાં આરોપી જયેશે ગુનો કબૂલી લીધો હતો. આરોપી જયેશ ઉર્ફ રાજુએ બરવાળા કોર્ટમાં CRPC 164 મુજબ પોતે મિથેનોલ લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઝેરી દારૂકાંડમાં 43 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હતા, જે પૈકીના કેટલાકની હજુ સારવાર ચાલી રહી છે. આ સમગ્ર કાંડમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે હજુ કેટલાક આરોપીઓ ફરાર છે.

Next Article