ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં દિવસભર અમિત શાહે કર્યો પ્રચંડ પ્રચાર, કાળઝાળ ગરમી વચ્ચે શાહના મેગા રોડ શોમાં ઉમટી જંગી જનમેદની

|

Apr 18, 2024 | 10:10 PM

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ આવતીકાલે તેમનું નામાંકન દાખલ કરવાના છે એ પહેલા તેમણે આજે તેમના મતવિસ્તારમાં આવતા તમામ વિસ્તારોમાં દિવસભર મેગા રોડ શોમાં જંગી જનમેદની ઉમટી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં તેમનુ નામાંકનપત્ર દાખલ કરવાના છે. એ પહેલા તેમણે આજે અમદાવાદમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો, શાહે સવારથી શરૂ કરી કાળઝાળ ગરમી વચ્ચે સતત 10 કલાક સુધી મેગા રોડ શો કર્યો અને શક્તિપ્રદર્શન કર્યુ હતુ. સાણંદમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ અમિત શાહે રાણીપથી બીજા રોડ શો યોજ્યો હતો. જે ઘાટલોડિયા, નારણપુરા થઈને વેજલપુર સુધી યોજાયો હતો. વેજલપુર, જીવરાજપાર્ક પાસે અમિત શાહના સ્વાગતને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. અમિત શાહને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો જીવરાજપાર્ક ક્રોસ રોડ પર જમા થયા હતા. કેસરી સાફા અને ભાજપના ઝંડા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળ્યા હતા.

શાહનો રોડ શો જોવા લોકો વાહનો સાઈડમાં મુકી ઉભા રહી ગયા

રાણીપથી ઘાટલોડિયાના કે.કે નગરથી પસાર થઈને રોડ શો આગળ વધ્યો. આ દરમિયાન જય શાહ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રોડ શોમાં જોડાયા હતા. કે.કે નગર રોડ ઉપર અમિત શાહનો રોડ શો જોવા લોકોની જનમેદની ઉમટી હતી. લોકો રસ્તા વચ્ચે પોતાના વાહનો મૂકીને રોડ શો જોવા ઉભા રહી ગયા હતા. રોડની બંને તરફ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરાયુ શાહનું સ્વાગત

આ પહેલા રાણીપમાં રોડ શોના પ્રારંભ પહેલા સ્વામિનારાયણ સંતો દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું. અમિત શાહે રાણીપમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રોડ શોનો પ્રારંભ કર્યો. અમિત શાહના સ્વાગત માટે ભાજપના કાર્યકરો કેસરિયા સાફા ધારણ કરી એકત્રિત થયા. રોડ શો દરમિયાન ભાજપ મહિલા કાર્યકરોએ ઢોલ-નગારાં વગાડીને અમિત શાહનું ભવ્ય સ્વાગત કર્યું. ભારત માતા કી જયના નારા સાથે રાણીપના રસ્તા ગુંજી ઊઠ્યા હતા. અમિત શાહની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય હર્ષદ પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. અમદાવાદમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોમાં અમિત શાહના રોડ શોને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યા. બળબળતા તાપમાં પણ અમિત શાહના રોડ શોમાં જંગી જનમેદની ઉમટી પડી. અમિત શાહની રેલી નિહાળવા લોકો પોતાના ફ્લેટ, દુકાન અને ધાબા પર જોવા મળ્યા.

ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?

આ પણ વાંચો: રાજ્યવાસીઓ આકરી ગરમી સહન કરવા માટે રહેજો તૈયાર, 25 એપ્રિલ સુધી ગરમીમાં ઘટાડો થવાના નથી કોઈ એંધાણ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો