Ahmedabad: ડુપ્લીકેટ પત્રકારે ફેકટરી માલિક પર રૌફ જમાવી રૂપિયાનો કર્યો તોડ
અગાઉ પણ દાણીલીમડા વિસ્તારમાં તોડ કરવા માટે ગયેલા નકલી પત્રકારો (journalist)ઝડપાયા હતા. ત્યારે ફરી વખત તોડકાંડ સામે આવ્યો છે.
Ahmedabad: પત્રકાર (Duplicate journalist)હોવાનો રૌફ જમાવીને ફેકટરી માલિક પાસે રૂપિયા પડાવવા બે ઈસમોને ભારે પડ્યું છે. ફેકટરી સીલ કરાવી દેવાની ધમકી (Threat)આપીને રૂપિયા 25 હજારની માંગણી કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે એક આરોપીને ઝડપી વધુ કાર્યવાહી શરૂ કરી છે. સિરાજ શેખ અને તોડબાજ પત્રકાર વિષ્ણુ ઠાકોરએ ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 25 હજારનો તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો દાણીલીમડામાં વોશિંગની ફેકટરી ચલાવતા વેપારીને તોડબાજ પત્રકાર વિષ્ણુ ઠાકોરનો ફોન આવ્યો હતો અને ધમકી આપી કે હું વિષ્ણુ ઠાકોર સુદર્શન ન્યુઝમાંથી બોલું છું પૈસાનું શું કર્યું તારે ફેક્ટરી ચલાવી છે કે નહીં મારે આગળ બધે પૈસા આપવાના છે તો પૈસાનું શું થયું. પૈસા નહીં આપે તો તારી ફાઈલ મારી પાસે આવી ગઈ છે. હું જીપીસીબીમાં આપી દઈશ અને તારી ફેક્ટરી સીલ મરાવી દઈશ. વિષ્ણુ ઠાકોરએ ધમકી આપીને વેપારી પાસેથી રૂપિયા 25 હજારનો તોડ કર્યો હતો. જોકે સમગ્ર મામલે તોડબાજ પત્રકાર વિરુદ્ધ વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે દાણીલીમડા પોલીસે ગુનો નોંધીને સિરાજ શેખની ધરપકડ કરી.
સમગ્ર મામલે રૂપિયા 25000 ના તોડકાંડમાં દાણીલીમડા પોલીસે સિરાજની ધરપકડ કરી છે. જ્યારે વિષ્ણુ ઠાકોર ફરાર થઈ ગયો છે. વિષ્ણુ ઠાકોર અગાઉ સુદર્શન ન્યુઝ સાથે જોડાયેલો હતો. પરંતુ આ ન્યૂઝ ચેનલ તેને ટર્મિનેટ કર્યો હતો, આમ છતાં પણ વિષ્ણુ ઠાકોર ચેનલના નામે પૈસા પડાવતો હોવાનું ચેનલને ધ્યાન પર આવતા તેની વિરુદ્ધ અગાઉ અરજી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. પકડાયેલો આરોપી સિરાજ કોઈ ન્યૂઝ સાથે જોડાયેલો નથી. વિષ્ણુ અને સિરાજ મળીને લોકોને પત્રકાર હોવાનું કહીને ધમકી આપે છે અને પૈસા પડાવી રહ્યા હતા. દાણીલીમડા પોલીસે તોડબાજ પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
મહત્વનું છે કે અગાઉ પણ દાણીલીમડા વિસ્તારમાં તોડ કરવા માટે ગયેલા નકલી પત્રકારો ઝડપાયા હતા. ત્યારે ફરી વખત તોડકાંડ સામે આવ્યો છે. પરંતુ સુદર્શન ન્યુઝના પૂર્વ પત્રકાર વિષ્ણુ ઠાકોરની સંડોવણી ખુલતા પોલીસે આરોપીની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો :Vadodara : મીરા સોલંકી હત્યા કેસનો આરોપી હજુ ફરાર, પરિવારજનોનો ન્યાય મેળવવા વલોપાત
આ પણ વાંચો :વરસાદની આશા નથી અને ગરમીમાં વધારાની આગાહી, ગુજરાતમાં ગરમીનો પારો રહેશે આક્રમક