ગુજરાતમાં હેડ ક્લાર્ક પેપર લીક કાંડના 12 આરોપીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા
ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક કેસના સૂત્રધાર જયેશ અને દેવલ પટેલના આજે વધુ રિમાન્ડ માટે ડીવાયએસપી દ્વારા માગણી કરવામાં આવી હતી. જો કે કોર્ટે તમામ 12 આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે
ગુજરાત(Gujarat)ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક(Paper leak)કેસના 12 આરોપીઓના રિમાન્ડ(Remand)પ્રાંતિજ કોર્ટે નામંજૂર કર્યા છે. જેમાં મુખ્ય સુત્રધાર જયેશ પટેલ(Jayesh Patel)સહિતના આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરાયા. આ કેસમાં ફરિયાદ નોંધાવવાના પ્રથમ દિવસે ૬ આરોપીની ધરપકડ કરાઈ હતી. તો અન્ય 6 આરોપીના 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા.જેથી તમામ 12 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં મુખ્ય સૂત્રધાર જયેશ અને દેવલ પટેલના આજે વધુ રિમાન્ડ માટે ડીવાયએસપી દ્વારા માગણી કરવામાં આવી હતી. જો કે કોર્ટે તમામ 12 આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે. આ તમામને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે.
જણાવી દઈએ કે ગત ગુરુવારના રોજ મુખ્ય આરોપી જયેશ પટેલના ભત્રીજા દેવલ પટેલ અને રાજુ અગ્રવાતની ધરપકડ કરી હતી. અને, શુક્રવારે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. અને આરોપી પક્ષના વકીલ અને સરકારી પક્ષના વકીલની સામસામે દલીલ ચાલી હતી.દલીલના અંતે કોર્ટે દેવલ પટેલના 28 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતો.
તો રાજુ અગ્રવાતના રિમાન્ડ ના મંજુર કર્યા છે. તો રાજુ અગ્રવાત અમરેલી જિલ્લાના બાબરાનો હોવાને લઇ વધુ તપાસ જરૂરી હોવાને લઇ પોલીસે પણ રિમાન્ડ મેળવવા માટે સેશન્સ કોર્ટમાં રિવાઇઝ અરજી માટેની તૈયારી કરી લીધી હતી.મહત્વનું છે કે અત્યાર સુધી આ પ્રકરણમાં 27 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
આ પણ વાંચો : Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો : સુરતમાં NSUI અને ABVP આમને સામને, સાસ્કમા કોલેજમાં વિરોધ