અમદાવાદમાં પણ જાહેર રસ્તા પરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવામાં આવશે

અમદાવાદમાં પણ જાહેર રસ્તા પરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 12:25 PM

છેલ્લા 2 દિવસમાં અમદાવાદ સહીત રાજ્યની અન્ય 4 મહાનગરપાલિકાઓ જુનાગઢ, રાજકોટ, વડોદરા અને ભાવનગરે પણ જાહેર રસ્તાઓ પર ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુક્યો છે.

AHMEDABAD : અમદાવાદમાં દરેક વિસ્તારમાં જાહેરમાં લાયસન્સ વગર નોનવેજની લારીઓ અને ફૂડ સ્ટોલ ઉભા થઇ ગયા છે, જેની સામે અમદાવાદ મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. જુનાગઢ, રાજકોટ, વડોદરા અને ભાવનગર બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને જણાવ્યું હતુ કે, મહાનગરપાલિકા દ્વારા એક મહિના પહેલા જ શહેરમાં ધાર્મિક સ્થાનોની આસપાસ ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા માટે આદેશ અપાયો છે. તેમજ જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને તેની સામે કડક કાર્યવાહી પણ કરાશે.જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય..તેથી તેની સામે કાર્યવાહી કરાશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં અમદાવાદ સહીત રાજ્યની અન્ય 4 મહાનગરપાલિકાઓ જુનાગઢ, રાજકોટ, વડોદરા અને ભાવનગરે પણ જાહેર રસ્તાઓ પર ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુક્યો છે. રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આ મહાનગરપાલિકાના નિર્ણયને આવકાર્યો હતો.

રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે ફૂટપાથ રાહદારીઓ માટે છે અને તેના પર કોઈ અતિક્રમણ કરી શકાય નહીં. ફૂટપાથ પર લારીઓ મૂકવી એ પોતે જ એક પ્રકારની જમીન હડપ કરવાની વાત છે. જેઓ કોઈપણ પ્રકારનું સ્ટ્રીટ ફૂડ, વેજ, નોન વેજ બનાવે છે, તેમાંથી નીકળતા ધુમાડા અને મસાલાના કારણે પસાર થતા લોકોને મુશ્કેલી પડે છે, આંખોમાં બળતરા થાય છે. આવા આદેશો બદલ રાજકોટ અને વડોદરાના મેયરોનો આભાર, તેઓ અભિનંદનને પાત્ર છે.

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનાના 14 કેસની મેડીકલ હિસ્ટ્રીમાં ચોંકાવનારા ખુલાસા થયા

આ પણ વાંચો : AHMEDABAD : ટૂંક સમયમાં હેલિકોપ્ટરની જોય રાઈડ, એર એમ્બ્યુલન્સ અને સી-પ્લેન સહિતની સુવિધાઓ શરૂ થશે

Published on: Nov 13, 2021 11:09 AM
g clip-path="url(#clip0_868_265)">