AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat હાઇકોર્ટેમાં કોર્પોરેશનનું સોગંદનામું, ફાયર સેફટીના નિયમનો ભંગ કરનારા એકમો સામે કરશે આ કાર્યવાહી

અમદાવાદમાં (Ahmedabad) 1128 રહેણાંક ઇમારતો પાસે ફાયર સેફ્ટી NOC નથી. રહેણાંક અને કોમર્શિયલ ભેગા હોય તેવી 259 ઇમારતો પાસે ફાયર NOC નથી, 26 કોમર્શિયલ ઇમારતો પાસે ફાયર NOC નથી,

Gujarat હાઇકોર્ટેમાં કોર્પોરેશનનું સોગંદનામું, ફાયર સેફટીના નિયમનો ભંગ કરનારા એકમો સામે કરશે આ કાર્યવાહી
Ahmedabad Fire SafetyImage Credit source: File Image
Ronak Varma
| Edited By: | Updated on: Jun 14, 2022 | 4:45 PM
Share

ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) ફાયર સેફ્ટીની (Fire Safety) અમલવારી આ મામલે કરવામાં આવેલ જાહેર હિતની અરજી અંગે સુનવણી હાથ ધરવામાં આવી. આ સુનાવણીમાં અમદાવાદ મહાનગરપાલિકા(Ahmedabad)તરફથી એક મહત્વપૂર્ણ નિવેદન કરવામાં આવ્યું છે, કે ફાયર સેફટી એક્ટનો અમલ ન કરનાર એકમો સામે ક્રિમિનલ ફરિયાદ કરશે. આ માટે તેમને અમદાવાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ડેસિગ્નેટેડ કોર્ટ જાળવવા માટે પણ રજૂઆત કરી છે જેથી કેસોનો નિકાલ સરળતાથી થઈ શકે. આ મામલે ચીફ જસ્ટિસ દ્વારા પણ ડેસિગ્નેટેડ કોર્ટ માટે હાઇકોર્ટ તરફથી વહીવટી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. આ સુનાવણી દરમિયાન મુખ્ય ખંડપીઠે ટકોર કરી કે, જે રહેણાંક એકમો ફાયર સેફ્ટીની અમલવારી ન કરતા હોય તો ‘તેમના પાણી અને વીજળીના કનેક્શન કાપી  નાખવા જોઈએ, જેથી કરીને તેઓ સજાગ બની તાત્કાલિક કાર્યવાહી કરશે.

259 ઇમારતો પાસે ફાયર NOC નથી

આ ઉપરાંત  પરંતુ એ વાતની પણ નોંધ લીધી કે શહેરમાં કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ છે. જો કોમર્શિયલ એકમમાં આગ લાગે તો, રહેણાંક મકાનો સુધી પહોંચી શકે છે. જેથી તેમની સામે કાર્યવાહી ઝડપી અને જરૂરી છે’અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં ફાયર સેફ્ટીની અમલવારી અંગે સોગંદનામુ પણ કર્યું છે. જે મુજબ અમદાવાદમાં 1128 રહેણાંક ઇમારતો પાસે ફાયર સેફ્ટી NOC નથી. રહેણાંક અને કોમર્શિયલ ભેગા હોય તેવી 259 ઇમારતો પાસે ફાયર NOC નથી, 26 કોમર્શિયલ ઇમારતો પાસે ફાયર NOC નથી, મતલબ કે કુલ 1416 ઇમારતો પાસે ફાયર NOC નથી.

17 જેટલી સરકારી કોલેજોમાં ફાયરસેફ્ટીનો અભાવ

બીજી તરફ રાજ્ય સરકાર વતી પણ સમગ્ર રાજ્યની પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો છે. ચોકાવનારી બાબત એ આવી છે કે 85 ટકા ઇમારતો BU પરમિશન વિનાની છે. રાજ્યમાં કુલ 1360 થી વધુ સરકારી શાળા છે. જેમાં 12 જેટલી શાળામાં ફાયર સેફટી હોવાનું સામે આવ્યું છે, જ્યારે 17 જેટલી સરકારી કોલેજોમાં ફાયરસેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જેથી  ફાયર સેફ્ટી એન. ઓ.સી. વિનાની સરકારી શાળાઓ અને કોલેજો સામે પગલાં લેવા કોર્ટે હુકમ કર્યો છે. સાથે જ ટકોર કરી છે ‘કે સરકાર વિદ્યાર્થીઓના જીવને જોખમમાં ન મૂકે’

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">