AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedavad : શિક્ષણ બોર્ડ અંતર્ગત આવતી શાળામાં ઈન્ટરનલ માર્ક્સમાં કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ, પરિણામ વધારવા મનસ્વી રીતે માર્ક્સ આપવાનો લગાવ્યો આરોપ

Ahmedabad: ગુજરાતમાં શિક્ષણ બોર્ડ અંતર્ગત શાળાઓમાં ઈન્ટરનલ માર્ક્સના કૌભાંડ મુદ્દે કોંગ્રેસે મોટો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે મોટાભાગની ખાનગી શાળાઓએ પરિણામ વધારવા નિયમો નેવે મુકી મનસ્વી રીતે ઈન્ટરનલ માર્કસ આપ્યા છે. કોંગ્રેસે ઈન્ટરનલ માર્કસ પ્રથા બંધ કરી ટ્યુશન પ્રથા પર રોક લગાવવાની માગ કરી છે.

Ahmedavad : શિક્ષણ બોર્ડ અંતર્ગત આવતી શાળામાં ઈન્ટરનલ માર્ક્સમાં કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ, પરિણામ વધારવા મનસ્વી રીતે માર્ક્સ આપવાનો લગાવ્યો આરોપ
Darshal Raval
| Edited By: | Updated on: Jun 01, 2023 | 11:26 PM
Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે ગુજરાતમાં શિક્ષણ બોર્ડ અંતર્ગત આવતી શાળાઓના ઇન્ટર્નલ માર્કમાં કૌભાંડ ચાલતુ હોવાનો આક્ષેપ કર્યો. હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સતત કથળતું જાય છે. અને સરકાર દ્વારા તેમજ બોર્ડ દ્વારા સુધારા માટે કોઈ જ પ્રયત્નો કરવામાં આવતા નથી. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા લેવાય છે. આ પરીક્ષામાં ટોટલ 100 માર્કસ હોય છે. પરંતુ થીયરી 80 માર્કની હોય છે અને 20 માર્ક શાળાના આંતરિક ગુણ હોય છે. આ 20 ઇન્ટર્નલ માર્કસ શાળાઓ દ્વારા મનમાની રીતે અપાઈ રહ્યા છે. હકીકતમાં તો આ ઇન્ટર્નલ માર્ક આપવા માટે શાળાની પ્રથમ કસોટી પ્રિલિમનરી કસોટી અને પાંચ યુનિટ ટેસ્ટ તથા વિદ્યાર્થીના હોમવર્ક તેમજ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કાર્ય કર્યું હોય તેને ધ્યાનમાં રાખીને આપવાના હોય છે. પરંતુ શાળાઓએ પોતાની મન માની રીતે આવા માર્ક્સ આપેલા છે.

ગુજરાતના દસ લાખ વિદ્યાર્થીઓનું પરિણામ ઓનલાઈન દર્શાવાઈ રહ્યું છે. આ વિદ્યાર્થીઓના રેન્ડમલી નંબર ચેક કરતા લગભગ 100 એ 50 વિદ્યાર્થીઓને આવા માર્ક આપવામાં શાળાઓએ કૌભાંડ કર્યું છે અને ખાસ કરીને આવા પ્રકારના માર્ક સેલ્ફ ફાઇનાન્સ સ્કુલે વધારે પ્રમાણે આપ્યા છે. આવી માર્કશીટ તો ચેક કરતા એક્સ્ટર્નલ 80 માર્ક્સમાંથી વિદ્યાર્થીને બે કે ચાર માર્ક્સ આવેલા હોય પરંતુ ઇન્ટર્નલ 20 માંથી 20 માર્ક્સ આપેલ છે.

આનાથી વિપરીત સારા – હોશિયાર વિદ્યાર્થીઓને 80 માંથી 80 માર્ક્સ ઇન્ટર્નલમાં આવેલા હોય પરંતુ એક્સ્ટર્નલમાં 10 અને 12 એવા માર્ક્સ આપેલા હોય છે. આવી જ રીતે જ્યાં જ્યાં શાળાએ માર્ક્સ આપવાના હોય ત્યાં ખૂબ જ ગેરનીતિ નજરે પડેલી છે. ધોરણ 12 કોમ્પ્યુટર પી. ટી. જેવા પ્રેક્ટીકલમાં પણ આ જ પ્રમાણે આડેધડ માર્ક્સ આપવામાં આવ્યા છે. ઉપરોક્ત માર્ક આપવાનું કારણ માત્ર અને માત્ર શાળામાં આવતા વિદ્યાર્થીઓને ટ્યુશનનું દબાણ તથા શાળાનું રીઝલ્ટ ઊંચું બતાવવાનું હોઈ શકે.

આ પણ વાંચો : Ahmedabad: હાટકેશ્વર બ્રિજ કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી, જુઓ Video 

પ્રદેશ કોંગ્રેસ સરકાર પાસે અને શિક્ષણમંત્રી પાસે માંગણી કરે છે કે સૌપ્રથમ તો ધોરણ 10માં ઇન્ટર્નલ માર્કની પ્રથા બંધ કરીને ભ્રષ્ટાચાર અને કૌભાંડ તથા ટ્યુશનના દબાણને અટકાવવું જોઈએ સાથે સાથે આ વર્ષે દરેક શાળાએ જે ઇન્ટર્નલ માર્ક આપેલ છે તે બોર્ડની ગુણાંક પદ્ધતિ એસેસમેન્ટ મુજબ આપેલ છે કે નહીં તેના માટે તપાસ થવી જોઈએ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">