Ahmedabad : સોશિયલ મીડિયામાં દારૂ-બીયરની બોટલો સાથે ફિલ્મી ડાયલોગની રીલ બનાવનાર યુવકની ધરપકડ કરાઇ

|

Aug 09, 2022 | 7:04 PM

અમદાવાદ ( Ahmedabad)શહેરમાં " રૂલ બનાના સરકાર કા કામ હે તોડના હમારા" આ ફિલ્મી ડાયલોગ ની રીલ અને એ પણ દારૂ બિયરની બોટલો સાથે બનાવી સોશિયલ મીડિયા (Social Media)પર મૂકી પોલીસને પડકાર ફેકનાર બુટલેગર ની ક્રાઈમ બ્રાન્ચે(Crime Branch) કરી ધરપકડ કરી છે.

Ahmedabad : સોશિયલ  મીડિયામાં દારૂ-બીયરની બોટલો સાથે ફિલ્મી ડાયલોગની રીલ બનાવનાર યુવકની ધરપકડ કરાઇ
Ahmedabad Crime Branch Arrest Youth

Follow us on

અમદાવાદ ( Ahmedabad)શહેરમાં ” રૂલ બનાના સરકાર કા કામ હે તોડના હમારા” આ ફિલ્મી ડાયલોગ ની રીલ અને એ પણ દારૂ બિયરની બોટલો સાથે બનાવી સોશિયલ મીડિયા (Social Media)પર મૂકી પોલીસને પડકાર ફેકનાર બુટલેગર ની ક્રાઈમ બ્રાન્ચે(Crime Branch) કરી ધરપકડ કરી છે. દારૂની બોટલો સાથે ફિલ્મી ડાયલોગની રીલ બનાવનાર હવે રિયલ પોલીસના હાથે આવી ગયો છે.ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરેલા આરોપી મહોમ્મદ ઝૈદ ઉર્ફે ઝૈદુ જે જમાલપુર ના મચ્છીપીર ની દરગાહ પાસે રહે છે. આઆરોપી ની ઉંમર માત્ર 20 વર્ષ છે.પરંતુ નાની ઉંમર માં ફેમસ થવા માટે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી પોલીસ ને પડકાર ફેંકવાની ભૂલ તેણે કરી હતી.જોકે આ વીડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ તપાસ માં લાગી હતી.ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળતા રાજસ્થાન ખાતે થી આરોપીને ઝડપી પાડી સરકારના નિયમો શીખવાડી ન કરવાના કામ કરવાની માનસિકતા પોલીસે તોડી નાખી.

ઈસનપુર પોલીસના હાથે વર્ષ 2020 માં ઝડપાયો હતો

આરોપીના ગુનાહિત ઇતિહાસ ની જો વાત કરીએ તો આરોપી સામે બે વર્ષ પહેલાં ખોખરા પોલીસ સ્ટેશન માં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો થયો હતો અને ઇસનપુર વિસ્તારમાં ગાડીઓ સળગાવી તોફાન મચાવવાના કેસમાં ઈસનપુર પોલીસના હાથે વર્ષ 2020 માં ઝડપાયો હતો.જ્યારે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી ના કેસ માં આરોપી નાસતો ફરતો હતો.જે ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ છે.ક્રાઈમ બ્રાન્ચે આરોપી ની પૂછપરછ કરતાં પોતે જમાલપુર વિસ્તાર માં રહેતા તેના મિત્રો સાથે ચાલુ ગાડી માં દારૂ પી ને વીડિયો બનાવ્યો હોવાની કબૂલાત કરી છે..અને પોતે જમાલપુર વિસ્તાર માંથી જ મિત્રો સાથે ગાડી માં નીકળ્યો હોવાની કબૂલાત કરી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આરોપી રમકડાં ના વેપારીના ત્યાં કામ કરતો હોવાનું હાલ પોલીસને જણાવી રહ્યો છે. પણ તે અગાઉ દારૂ વેચી બુટલેગરનું કામ પણ કરતો હતો..તો આ વાયરલ થયેલા વીડિયો મામલે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.પરતી દાણીલીમડા ગુનામાં વોન્ટેડ હોવાથી આરોપી ઝૈદને સોંપવાની કામગીરી કરી રહ્યા.

Published On - 7:03 pm, Tue, 9 August 22

Next Article