Ahmedabad: કરોડોના ખર્ચે તૈયાર થયેલી ટેનિસ એકેડમી બની જર્જરિત, જાળવણીના અભાવે સર્જાઈ દુર્દશા

Ahmedabad: અમદાવાદમાં મેમનગરમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલી ટેનિસ એકેડમીની (Tennis Academy) દુર્દશા સામે આવી છે. AMC દ્વારા રખરખાવ ન થતા જ્યાં જુઓ ત્યાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને લોકાર્પણના એક વર્ષમાં તો બહાર લગાવેલી નંબર પ્લેટ સુદ્ધા તૂટી ગઈ છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે

Ronak Varma
| Edited By: | Updated on: Aug 09, 2022 | 5:22 PM
આ વર્ષે ગુજરાત 36માં નેશનલ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યુ છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલી ટેનિસ એકેડમી જર્જરિત બની છે પરંતુ AMCના સત્તાધિશોને તેની કંઈ પડી નથી.

1 / 8
AMCના અધિકારીઓ જાણે ગુજરાત સરકારની મહેનત પર પાણી ફેરવવા બેઠા હોય તેવુ ટેનિસ એકેડમીના દૃશ્યો જોતા લાગી રહ્યુ છે. લોકાર્પણના એક જ વર્ષમાં અહીં લગાવેલી નેમ પ્લેટ પણ તૂટીને નીચે પડી ગઈ છે. જેમા લોકાર્પણમાં આવેલા નેતાઓના નામના ટૂકડા નીચે ધૂળમાં પડેલા જોઈ શકાય છે..

2 / 8
મેમનગરમાં સરકારી આવાસની બાજુમાં તળાવની સામે કરોડોના ખર્ચે આ ટેનિસ એકેડમી તૈયાર થઈ હતી પરંતુ લોકાર્પણ બાદ તેની માવજત ન થતા ટેનિસ કોર્ટની હાલત પણ દયનિય બની છે.

3 / 8
ગુજરાતમાંથી વધુને વધુ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તે હેતુથી બનાવેલી આ એકેડમીની ના તો કોઈ માવજત કરાય છે ના તો તેની સુરક્ષા માટે કોઈ ગાર્ડ રખાયો છે જ્યાં જુઓ ત્યાં કચરો અને ગંદકીના ઢેર જામ્યા છે.

4 / 8
એક વર્ષથી બંધ હાલતમાં રહેલી આ એકેડમી હાલ અસામાજિક તત્વોનો અડ્ડો સુદ્ધા બની ગઈ છે અહીં દેશી અને વિદેશી દારૂની મહેફિલો જામતી હોય તે રીતના દૃશ્યો પણ સામે આવ્યા છે.

5 / 8
એકેડમીમાં જવાના રસ્તે ઝાડી-ઝાંખરા અને ઘાસ ઉગી ગયા છે. ટેનિસ ગ્રાઉન્ડ જવાના રસ્તે મસમોટુ ખંભાતી તાળુ મારેલુ જોવા મળે છે

6 / 8
રમત ગમત માટે ગુજરાત સરકાર કોર્પોરેશનને કરોડોનુ બજેટ ફાળવે છે પરંતુ ગ્રાન્ટ મેળવવા માટે તલપાપડ કોર્પોરેશન એક એકેડમીની જાળવણી પણ કરી શક્તુ નથી તે આ દૃશ્યો જોઈને લાગી રહ્યુ છે.

7 / 8
ખેલાડીઓની સુવિધા માટે તૈયાર થયેલા આ ટેનિસ એકેડમીની હાલ એવી દશા છે કે જો હજુ ધ્યાન દેવામાં નહીં આવે તો અહીં એકેડમી હતી એવુ લોકો કહેતા થઈ જશે. ત્યારે આ ગ્રાઉન્ડની દુર્દશા માટે જવાબદાર કોણ એ કહેવાની જરૂર લાગતી નથી.

8 / 8

Latest News Updates

Follow Us:
ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે

ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને

મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ

સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર

પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન

વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ

g clip-path="url(#clip0_868_265)">