યુવકને મળી પ્રેમ કરવાની સજા, પ્રેમિકાના ભાઈએ યુવકને છરીના ઘા ઝીકીને કરી હત્યા, જાણો શું હતી ઘટના
અમદાવાદમાં એક યુવકને પ્રેમ કરવાની સજા મળી છે. પ્રેમિકાના ભાઈએ યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. 24 વર્ષના મૃતક મિલન ઠાકોરના આરોપી નીતિન સિંગરોટિયાની બહેન સાથે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જોકે બનાવ કયા કારણે બન્યો તે ઘટના તમને હચમચાવી દેશે.

અમદાવાદમાં કરૂણ હત્યાની ઘટના બની છે જેમાં યુવકને પ્રેમ કરવાની સજા મળી છે. આ કૃત્ય કરનાર આરોપી નરેન્દ્ર ઉર્ફે કાળું સિંગરોટિયા અને તેનો પુત્ર નીતિન સિંગરોટિયા છે. જેમને મિલન ઠાકોર નામના યુવકને છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી.
ઘટના એવી છે કે સરખેજ ગામમાં આવેલા કોઠી વાસમાં મૃતક મિલન ઠાકોર અને આરોપીઓ રહે છે. આરોપી નિતીનની બહેન સાથે મિલન ઠાકોરને મિત્રતા હતી. જેની જાણ પરિવારને થતા તેઓ વચ્ચે ઝઘડો થતો હતો અને નીતિને મિલનને લાફા ઝીકી દીધા હતા.
એટલુ જ નહીં નીતિન અને તેના પિતા નરેન્દ્રભાઈ ઉશ્કેરાઈ ગયેલા હોવાથી રાત્રે મિલન ઘર નજીકથી પસાર થતા તેને વચ્ચે અટકાવીને મારામારી કરીને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને પિતા પુત્ર સહિત એક કાયદા નાં સંધર્ષ માં આવેલ સગીરને પકડી કાર્યવાહી કરી છે.
24 વર્ષના મૃતક મિલન ઠાકોરના આરોપી નીતિન સિંગરોટિયાની બહેન સાથે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ પરિવારને જાણ થતાં બન્ને વચ્ચે અગાઉ ઝઘડા થયા હતા. જેથી મિલનએ પ્રેમિકા સાથે સંબંધ તોડી નાખ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી બન્ને વચ્ચે ફરી ફોન પર વાતચીત શરૂ થઈ હતી. જેની જાણ નિતીનને થતા તેને મિલનને ઠપકો આપ્યો હતો.
પરંતુ તેમ છતાં બંને વાતચીત કરતા હતા. જેથી નીતિન અને તેના પિતા નરેન્દ્ર સિંગરોટિયા, માતા તારા સિંગરોટિયા અને સગીરવયના ભાઈએ મિલન પર છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને આરોપીની ધરપકડ કરી.
આ પણ વાંચો : અમદાવાદઃ માલધારી સમાજે AMCનો કર્યો ઘેરાવ, રખડતા પશુઓના નામે કરાતી કામગીરી સામે વ્યક્ત કર્યો રોષ, જુઓ વીડિયો
પ્રેમ કરવાની સજા મિલન નામના યુવકને મળી. પરિવારના વિરોધના કારણે મિલને યુવતી સાથે સંબંધ તોડી નાખ્યો.. પરંતુ પ્રેમિકાએ વાતચીત કરતા પ્રેમ ખાતર મિલને વાત કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.. હાલમાં સરખેજ પોલીસે હત્યા કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી.