Ahmedabad: વિશ્વ વિખ્યાત ગાંધી આશ્રમના નવીનીકરણ માટેનો માર્ગ મોકળો થયો, આવો હશે નવો લુક

|

Sep 08, 2022 | 9:52 PM

અમદાવાદમાં ગાંધી આશ્રમને(Gandhi Ashram) આશરે રૂ. 1200 કરોડના ખર્ચે ડેવલપ કરાશે તથા ગાંધી આશ્રમની મૂળ સ્થિતિ જળવાઈ રહે તે માટે ગાંધી આશ્રમ વિસ્તારને વિશ્વ કક્ષાનો બનાવવા 1200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાનાર છે.

Ahmedabad: વિશ્વ વિખ્યાત ગાંધી આશ્રમના નવીનીકરણ માટેનો માર્ગ મોકળો થયો, આવો હશે નવો લુક
Gandhi Asharm

Follow us on

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ (Mahatma Gandhi) પોતાના જીવનના અનેક વર્ષ અમદાવાદમાં(Ahmedabad)  વિતાવ્યા હતા અને સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી હતી અને તે આશ્રમ આજે પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે જ્યારે પણ કોઈ રાજકીય નેતાઓ કે જે ભારતના હોય અથવા તો પછી વિદેશના તેઓ જરૂરથી મહાત્મા ગાંધી આશ્રમની(Gandhi Ashram)મુલાકાત લેતા હોય છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક મહાત્મા ગાંધી આશ્રમના નવીનીકરણ માટે પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યો છે. સરકારની આ તૈયારી સામે તેમના પ્રપૌત્ર તુષાર ગાંધીએ વિરોધ દર્શાવ્યો હતો અને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી જેને હાઇકોર્ટે ફગાવી દીધી છે.

ગાંધી આશ્રમને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે

જ્યારે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે Tv9 સાથે વાત કરતા જણાવ્યું કે આશરે રૂ. 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમને ડેવલપ કરાશે તથા ગાંધી આશ્રમની મૂળ સ્થિતિ જળવાઈ રહે તે માટે ગાંધી આશ્રમ વિસ્તારને વિશ્વ કક્ષાનો બનાવવા 1200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાનાર છે. જેમાં ગાંધી આશ્રમમાં રહેતા આશ્રમવાસીઓને 55 એકરની જમીનમાં અલાયદી જગ્યા ફાળવાશે. એટલું જ નહીં ગાંધી આશ્રમને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના સમાધિસ્થળનો પણ વિકાસ કરવામાં આવશે. ગાંધી સંશોધન અને વિકાસ તથા વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવન વગેરેનો પણ વિસ્તાર કરવામાં આવશે.મહત્વનું છે કે થોડા દિવસ બાદ જ્યારે મહાત્મા ગાંધી જયંતી આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર પ્રોજેક્ટનું ખાતમૂહર્ત કરવામાં આવે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.

ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી

સાદગીના પ્રતીક ગાંધી આશ્રમ ફરવા ફરવાના સ્થળ તરીકે નામના મેળવશે ત્યારે ગુજરાત રાજ્યની વડી અદાલતે તેમની રાખીને તેના પર સુનાવણી હાથ ધરી હતી લાંબા સમયથી ચાલતા આ વિવાદમાં હાઇકોર્ટે બંને પક્ષોને પોતપોતાના મત રજૂ કરવા માટે યોગ્ય સમય પણ આપ્યો હતો ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની અરવિંદ કુમાર અને આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે સમગ્ર મામલે ચુકાદો આપ્યો છે અને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ સમગ્ર મામલે સરકારે અનેક રજૂઆત કરી હતી અને કેવી રીતે સરકાર તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ નામના મેળવે અને વધુ આકર્ષિત કરી શકાય તેના પર કામ કરી રહી છે તે બાબતો જણાવી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં અવલોકન કરતા કહ્યું કે, ‘ગાંધીજીના વિચારોને પ્રસારવા પ્રોત્સાહન મળશે. ગાંધી આશ્રમ આસપાસના વિસ્તારોને ડેવલપ કરાશે.’ મહત્વનું છે કે, તુષાર ગાંધીએ ગાંધી આશ્રમ ઐતિહાસિક ધરોહર હોવાથી રી-ડેવલપમેન્ટ ન થઈ શકે તેવી રજૂઆત કરી હતી.

 

Next Article