અમદાવાદીઓને મળશે નવી ભેટ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે વર્ક ઓર્ડર અપાયો

અમદાવાદમાં (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરે ના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે.

અમદાવાદીઓને મળશે નવી ભેટ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે વર્ક ઓર્ડર અપાયો
Ahmedabad Floating RestaurantImage Credit source: Represtative Image
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 15, 2022 | 11:19 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરના હરવા ફરવા સ્થળ તરીકે વિકસી રહેલા સાબરમતી રિવરફ્રન્ટ(Sabarmati Riverfront)  ખાતે શહેરીજનો માટે નવું આકર્ષણ ઉમેરાવા જઇ રહ્યું છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ (Floating Restaurant)  પ્રોજેક્ટ માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી વિવિધ બિડ પ્રાપ્ત થઈ હતી. વધુમાં, જરૂરી મૂલ્યાંકન કર્યા પછી. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપનીએ મેસર્સ અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને તેનો વર્ક ઓર્ડર આપ્યો છે. જેના પગલે આગામી દિવસોમાં શહેરની સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ જોવા મળશે જેનો શહેરીજનો આનંદ ઉઠાવી શકશે.

જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા  રિવરફ્રન્ટની બંને બાજુએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ/રિવર ક્રૂઝની જોગવાઈ, સંચાલન, જાળવણી અને વ્યવસ્થાપન માટે રિકવેસ્ટ ફોર પ્રોપોઝલ (RFP)પ્રકાશિત કર્યું હતું. આ રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સફર કરતી વખતે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ હશે અને લોકો માટે આરામદાયક મુસાફરી બની જશે. પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થાન બની છે.

જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરે ના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. આ પ્રોજેક્ટે એ લોકોને રિવરફ્રન્ટ પર આવવા અને મનોરંજન માટે એક વધુ નજરાણું ઉમેર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરાયેલી કેટલીય જાહેરાતો માત્ર કાગળ પર રહે છે અને કેટલીય જાહેરાતો નો અમલ થતો જ નથી આવા અનેક પ્રોજેક્ટ રીવર ફટ પ્રોજેક્ટ અન્વયે કરવામાં આવ્યા છે જે જાહેરાતોનું કોઈ અસ્તિત્વ આજે પણ શોધે જડતું નથી તેમ છતાં રિવર ક્રૂઝ અને રેસ્ટોરન્ટની જાહેરાત રિવરફ્રન્ટ દ્વારા કરવામાં આવી છે

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર કોર્પોરેશન દ્વારા લોકોના આકર્ષણ માટે અનેક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યા છે. જેમાં હાલમાં સાબરમતી નદી પર બે કાંઠાને જોડતો ફૂટ ઓવરબ્રિજનું કામ પણ પૂર્ણતાના આરે છે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે બનેલા બ્રિજની લંબાઈ 300 મીટરની છે. જેનો વચ્ચેનો સ્પાન 100 મીટરનો છે. જ્યારે પહોળાઈ બ્રિજના વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની છે.પતંગનો આકાર ધરાવતા ફૂટ ઓવરબ્રિજ નું ટુંક જ સમયમાં લોકાપર્ણ કરવામાં આવશે. આ ફૂટ ઓવરબ્રિજ ખુલ્લુ મૂકાતા જ લોકો સાબરમતી નદીના એક કાંઠેથી બીજા કાંઠે પગપાળા જઇ શકશે. તેમજ તેની માટે કોર્પોરેશન ચોક્કસ ફી નક્કી કરશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">