ખેડૂતોએ નવેમ્બર માસમાં શેરડી, ચણા, મગ અને ચોળીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ નવેમ્બર માસમાં શેરડી, ચણા, મગ અને ચોળીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Sugarcane Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 12:18 PM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે શેરડી (Sugarcane) ચણા, મગ અને ચોળીના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

શેરડી 1. વહેલી રોપણી માટે કો ૮૩૩૮, કો એન –૯૫૧૩૨, કો એન –૦૩૧૩૧, ૦૫૦૭૧ તથા કો –૯૪૦૦૮ તેમજ કોસી –૬૭૧ અથવા ૮૬૦૩૨ વાવી શકાય. 2. મધ્યમ-મોડી વાવણી માટે કો એન –૯૧૧૩૨, કો એલ કે –૮૦૦૧, કો એન –૮૫૧૩૪, ૦૫૦૭૨ તથા કો –૯૯૦૦૪ નું વાવેતર કરવું. 3. ત્રણ અંખના ટુકડા ૩૫૦૦૦ હેકટરે વાવવા. 4. શેરડીના કટકાને ૧૦ લીટર પાણીમાં ૨૦ ગ્રામ એમીસાન અથવા બાવીસ્ટીન (કાર્બેંડીઝમ) અને ૨૦ મીલી મેલાથીયોનનું દ્રાવણ બનાવી કટકાને પાંચ મીનીટ બોળી વાવેતર કરવું. 5. ખાતર : ૨૫૦–૧૨૫–૧૨૫ / હે આપવું. 6. ચીંઢાના નિયંત્રણ માટે ચીંઢો ઉગ્યા બાદ ૩૦ દિવસે ગ્લાયફોસેટ ૧૨૩૦ ગ્રામ / હે. + હેલોસલ્ફ્યુરોન મિથાઈલ ૦.૯ ગ્રામ / ૧૦ લીટરનું ઢાંકી નિયંત્રણમાં નાખી છંટકાવ કરવો.

ચણા 1. ગુજરાત ચણા-૧, ૨, ૩, ૫, દાહોદ પીળા, ચાફામાંથી કોઈપણ એક જાતનું વાવેતર કરો. 2. ચણામાં ૨૦-૪૦-૦૦ એન.પી.કે. હેકટરે આપવું. 3. બીજું પિયત ૧૫ થી ૨૦ દિવસે અને ત્રીજું પિયત ૩૫ થી ૪૦ દિવસે ફુલ બેસે ત્યારે આપવું. 4. લીલી ઈયળ તથા શીંગ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે પોલીટ્રીન ૪૦% ઇસી ૧૫ મિલી અથવા એસીફેટ ૭૫% ઇસી ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. 5. ઓછા પાણીથી ચાણાની ખેતી કરતા ખેડૂતોએ પ્રથમ પિયત વાવેતર બાદ તુરંત અને બીજું પિયત ૬ થી ૭ દિવસે આપ્યા બાદ ચાર પિયત પાકની કટોકટીની અવસ્થાઓ જેવી ડાળી ફૂટવી, ફૂલ આવવા, પોપતા બેસવા અને દાણા ભરાતી વખતે પિયત આપવું.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મગ 1. રવિ ઋતુના બિન પિયત કાળા માગ જી.બી.એમ.-૧ નું વાવેતર કરવા નવસારી કૃષિ યુનીવર્સીટી- તણછાનો સંપર્ક કરો.

ચોળી 1. ગુજરાત ચોળી–૫ વાવેતર માટે ભલામણ છે. બીજને રાઈઝોબીયમનો પટ આપીને વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ઔષધીય છોડ સર્પગંધાની ખેતીથી ખેડૂતો કરી શકે છે મબલક કમાણી, 3000 રૂપિયે કિલો વેચાય છે બીજ

આ પણ વાંચો : ખેડૂતો આ ઔષધીય પાકની ખેતીથી કરી રહ્યા છે લાખોમાં કમાણી, જેની કિંમત છે 10 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, વિશ્વભરના દેશોમાં થાય છે નિકાસ

g clip-path="url(#clip0_868_265)">