Ahmedabad: Science Cityની વિવિધ માહિતિ મળશે હવે આંગળીના ટેરવે, CM રૂપાણીએ લોન્ચ કરી નવી વેબસાઈટ
આ નવિન મોબાઇલ એપ સાયન્સ સિટીના મૂલાકાતીઓ માટે ડિઝીટલ ગાઇડની ભૂમિકા પણ ભજવશે અને 250 એકરથી વધુ વિસ્તારના સમગ્ર સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પો તેમજ આકર્ષણો વિશે મોબાઇલ ફોન પર માહિતી ઉપલબ્ધ કરાવશે.

Ahmedabad: રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી (CM Vijay Rupani)એ ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City) ની વિવિધ માહિતી અને મૂલાકાત માટેનું ઓનલાઇન બુકીંગ આંગળીના ટેરવે ‘On fingur Tips’ સહજ બનાવતી વેબસાઇટ (Website) અને મોબાઇલ એપ (Mobile App)ને ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યા હતા.
સાયન્સ સિટી (Science City) ની આ નવિન વેબસાઇટ (Website) sciencecity.gujarat.gov.in અને મોબાઇલ એપ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે. મોબાઇલ એપ ગુગલ પ્લેસ્ટોર (google Play store) અને એપલ એપ સ્ટોર (App store) પરથી ડાઉનલોડ કરી શકાય છે.

Mobile Application
આ બે ડિઝીટલ સુવિધાઓ સાયન્સ સિટીની મૂલાકાતે આવનારા લોકો માટે ઘરે બેઠા ઓનલાઇન બુકીંગ (Online booking), પેપરલેસ ટિકીટ (Paperless ticket) પ્રક્રિયા, તમામ ડિઝીટલ મોડથી પેમેન્ટ સુવિધાની સગવડતા પૂરી પાડશે જેથી કેશલેસ ટ્રાન્ઝેકશનની પ્રક્રિયાને પણ વેગ મળશે. એટલું જ નહિ, સાયન્સ સિટીમાં પ્રવેશ બાદ મૂલાકાતીઓને એક ગેલેરીથી બીજી ગેલેરી કે એક સ્થળેથી અન્ય સ્થળે સમગ્ર પરિસરમાં જવા માટે મોબાઇલ એપ પર નકશા અને સ્થળની સ્થિતીની ચોક્કસ જાણકારી મળશે.

Website
સાયન્સ સિટીમાં નવી તૈયાર થયેલી એકવાટિક ગેલેરી (Aquatics Gallery) માં એકવેરિયમમાં જે માછલીઓ-(Fish) રાખવામાં આવી છે તે QR કોડ સાથેની છે. આવી માછલી-ફિશના કયુ.આર કોડ પોતાના મોબાઇલમાં એન્ટર કરીને મૂલાકાતીઓ આ માછલીઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી પોતાની જિજ્ઞાસા સંતોષી શકશે.
આમ, આ નવિન મોબાઇલ એપ સાયન્સ સિટીના મૂલાકાતીઓ માટે ડિઝીટલ ગાઇડની ભૂમિકા પણ ભજવશે અને 250 એકરથી વધુ વિસ્તારના સમગ્ર સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પો તેમજ આકર્ષણો વિશે મોબાઇલ ફોન પર માહિતી ઉપલબ્ધ કરાવશે.
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના હસ્તે આ https://sciencecity.gujarat.gov.in વેબસાઇટ અને મોબાઇલ એપ લોન્ચિંગ અવસરે સાયન્સ ટેકનોલોજી સચિવ શ્રી વિજય નહેરા (Vijay Nehra), ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટીના શ્રી સુરમ્ય વોરા તેમજ સાયન્સ ટેકનોલોજી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: વારાણસી મુલાકાત પૂર્વે PM Modi નું ટ્વિટ, કહ્યું નવી પેઢીને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રકચર આપવાનું વિઝન
આ પણ વાંચો: સફેદ મૂસળી: ડાંગમાં 350 ખેડુતોએ કંડારી સફેદ મૂસળીની ખેતીની સફળતા, ઓષધિય ઉપયોગને આવકમાં ફેરવી મોટા પાયે કમાણી