Ahmedabad: વંદે ભારત ટ્રેનને ભેંસના કારણે મણિનગર નજીક નડ્યો અકસ્માત, સમારકામ બાદ ટ્રેન રવાના

|

Oct 06, 2022 | 2:42 PM

પ્રાથમિક માહિતી અનુસાર ટ્રેન જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે ચાર ભેંસો  રેલ્વે ટ્રેકની અંદર આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. જોકે ટ્રેનને તાત્કાલિક સમારકામ કરાવીને આગળ રવાના કરવામાં આવી હતી. પશ્ચિમ રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેન સેવાને કોઈ અસર પહોંચી નથી.

Ahmedabad: વંદે ભારત ટ્રેનને ભેંસના કારણે મણિનગર નજીક નડ્યો અકસ્માત, સમારકામ બાદ ટ્રેન રવાના
વંદે ભારત ટ્રેનને મણિનગર નજીક નડ્યો અકસ્માત

Follow us on

ગાંધીનગરથી રવાના થયેલી વંદે ભારત એક્સપ્રેસને  (Vande Bharat Express ) અમદાવાદ નજીકના  મણિનગરથી  વટવા  જતા રેલ્વે સ્ટેશન પાસે અકસ્માત  (accident) નડ્યો  હતો.  આ અકસ્માત ભેંસ વચ્ચે આવી જતા થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી. જોકે અકસ્માત બાદ ટ્રેનના તૂટેલા ભાગનું સમારકામ કરીને  તેના નિશ્ચિત ગંતવ્ય સ્થાને જવા માટે રવાના કરવામાં આવી હતી.   નોંધનીય છે કે તાજેતરમાં 30  સપ્ટેમ્બરના રોજ  વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસને  લીલી ઝંડી ફરકાવીને રવાના કરી હતી. તેમજ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલ્વે સ્ટેશન સુધી મુસાફરી પણ કરી હતી.

ચાર ભેંસ વચ્ચે આવી જતા નડ્યો અકસ્માત

પ્રાથમિક માહિતી અનુસાર ટ્રેન જ્યારે  પસાર થઈ રહી હતી ત્યારે  ચાર ભેંસો  રેલ્વે ટ્રેકની અંદર આવી જતા આ અકસ્માત સર્જાયો હતો જોકે ટ્રેનને તાત્કાલિક સમારકામ કરાવીને આગળ રવાના કરવામાં આવી હતી. પશ્ચિમ રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેન સેવાને કોઈ અસર પહોંચી નથી.

અકસ્માતને જોતા ટ્રેકની ફરતે કોટ બનાવવાની જરૂરિયાત

જોકે આ અકસ્માત જોતા એવી આશંકા સેવાઈ રહી છે કે  રખડતા ઢોર આ રીતે રેલ્વે ટ્રેકમાં આવી જવાની ઘટના ભવિષ્ટમાં પણ બની શકે છે ત્યારે રેલ્વે ટ્ેક ફરતો  કોટ બનાવવાની અનિવાર્ય જરૂરિયાત લાગી રહી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

વંદે ભારત એક્સપ્રેસના સમયમાં 5 ઓકટોબરથી થયો છે ફેરફાર

રેલ્વે વિભાગ  (Indian Railway) દ્વારા ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના (Vande Bharat Express train) પરિચાલનના સમયમાં આંશિક ફેરફાર વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેન નંબર 20902/20901 ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પરિચલાન સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

વંદે ભારત એક્સપ્રેસના સમયમાં આંશિક ફેરફાર

ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ Vande Bharat Express ગાંધીનગરથી બપોરે 14:05 વાગ્યે ઊપડીને 14:45 વાગ્યે અમદાવાદ, 15:50 વાગ્યે વડોદરા, 17:23 વાગ્યે સૂરત અને 20:15 વાગ્યે મુંબઇ પહોંચશે.

ટ્રેન નંબર 20901 મુંબઇ-સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મુંબઇ સેન્ટ્રલથી સવારે 06:10 વાગ્યે ઊપડશે અને 08:50 વાગ્યે સૂરત, 10:10 વાગ્યે વડોદરા, 11:25 વાગ્યે અમદાવાદ અને 12:25 વાગ્યે ગાંધીનગર પહોંચશે.

Next Article