AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બે મિત્રોએ સાથે મળી બાળપણની મિત્ર સાથે એવું કૃત્ય કર્યું કે મિત્રતાને શર્મશાર કરી

અમદાવાદ શહેરના ખોખરા પોલીસે મથકમાં બે યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે જેમાં શહેરમાં રહેતી મહિલાને તેના જ બાળપણના મિત્ર દ્વારા દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabad: બે મિત્રોએ સાથે મળી બાળપણની મિત્ર સાથે એવું કૃત્ય કર્યું કે મિત્રતાને શર્મશાર કરી
સાંકેતિક તસ્વીર( ફાઇલ)
Harin Matravadia
| Edited By: | Updated on: May 25, 2022 | 11:35 PM
Share

Ahmedabad: મિત્ર એવા રાખજો કે ઢાલ સરખા હોય. પણ આ કહેવતથી અલગ કિસ્સો એટલેકે મિત્રતાને લજવતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. શહેરના ખોખરા પોલીસે (Ahmedabad Police) મથકમાં બે યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે જેમાં શહેરમાં રહેતી મહિલાને તેના જ બાળપણના મિત્ર દ્વારા દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહિ પણ બાળપણના મિત્રએ તેના મિત્ર સાથે મળીને આ યુવતી પર દુષ્કર્મ કર્યાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મહિલા મોડી રાત્રે ઘરે જતી હતી ત્યારે લિફ્ટ આપવાનું કહી બંને શખ્શો રેલવેના પાટા પર લઈ ગયા અને બંને મિત્રોએ વારાફરતી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

સમગ્ર ફરિયાદની વાત કરીએ તો ખોખરામાં રહેતી મહિલાએ તેના નાનપણના મિત્ર એન અન્ય એક વ્યક્તિ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 43 વર્ષીય મહિલા તેના પતિ સાથે રહે છે અને ઘરકામ કરે છે. થોડા દિવસ પહેલા આ મહિલા તેના ઘરેથી નીકળી ખોખરા રેલવે ક્રોસિંગ બાજુ આવી હતી અને રાત્રે જતા સમયે નાનપણનો મિત્ર યુવક મળ્યો હતો. આ મિત્ર અને મહિલાનું ઘર પણ નજીક હતા જેથી મહિલા અને યુવક એક બીજાના સંપર્કમાં હતા.

આ દરમિયાન તેની સાથે બીજો એક શખ્સ પણ આવ્યો હતો અને મહિલા પાસે આવી તેને જણાવ્યું કે, ‘ચાલો અમે તમને તમારા ઘરે ઉતારી દઇએ’. એમ કહી મહિલાને એક્ટીવા પર બેસાડી દીધી હતી. મહિલાનો મિત્ર અને અન્ય યુવક આ મહિલાને એક્ટીવા પર બેસાડી હતી અને બાદમાં રેલવેના પાટાઓ પાસે લઈ ગયા હતા. અંધારામાં રેલવેના પાટા પાસે બંને શખ્સોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મહિલાએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં તે ત્યાંથી નીકળી ગઈ હતી અને બંને શખ્સો ફરી તેની પાછળ આવ્યા હતા અને તેને એકટીવા ઉપર બેસાડી ખોખરા ઉતારી ભાગી ગયા હતા. બાદમાં આ મહિલા એક દુકાનના ઓટલા ઉપર ઊંઘી ગઈ હતી અને સવારે તેના માતા-પિતાના ઘેર ગઈ હતી. આ બાબતને લઈને તેના પરિવારને આ અંગે જાણ કરતાં મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ તો સમગ્ર મામલે ખોખરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">