Ahmedabad : અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેનમાં બે-બે વધારાના સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે

ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 01.05.2023 થી 26.06.2023 સુધી અને આગરા કેન્ટથી 30.04.2023 થી 25.06.2023 સુધી સેકન્ડ સ્લીપર ક્લાસના બે વધારાના કોચ જોડવામાં આવશે.

Ahmedabad : અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેનમાં બે-બે વધારાના સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે
Ahmedabad Agra Train
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 01, 2023 | 11:51 PM

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને  ટ્રેન નંબર 04166/04165 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ તથા ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોમાં બે-બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ટેમ્પરરી ધોરણે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેની વિગતો આ મુજબ છે.

  1. ટ્રેન નંબર 04166/04165 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 04.05.2023 થી 29.06.2023 સુધી અને આગરા કેન્ટથી 03.05.2023 થી 28.06.2023 સુધી સેકન્ડ સ્લીપર ક્લાસના બે વધારાના કોચ જોડવામાં આવશે.
  2. ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 01.05.2023 થી 26.06.2023 સુધી અને આગરા કેન્ટથી 30.04.2023 થી 25.06.2023 સુધી સેકન્ડ સ્લીપર ક્લાસના બે વધારાના કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર 09481/82 મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનું ભીલડી સુધી વિસ્તરણ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 09481/09482 મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનને ભીલડી સુધી લંબાવવામાં આવી રહી છે.અને ટ્રેન નંબર 09483/09484 મહેસાણા-પાટણ-મહેસાણા વિશેષ ટ્રેન સુધારેલ સમય સાથે અઠવાડિયામાં 5 દિવસને બદલે દરરોજ દોડશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જેની વિગતો આ  મુજબ છે.

  1. ટ્રેન નંબર 09481 મહેસાણા-ભીલડી સ્પેશ્યલ 01 મે 2023ના રોજ મહેસાણાથી તેના નિર્ધારિત સમય 18:05 કલાકે પ્રસ્થાન કરી 20:30 કલાકે ભીલડી પહોંચશે.એ જ રીતે ટ્રેન નંબર 09482 ભીલડી-મહેસાણા સ્પેશિયલ ટ્રેન 02 મે 2023થી ભીલડીથી 06.10 કલાકે ઉપડશે અને 08.25 કલાકે મહેસાણા પહોંચશે.માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં ધિણોજ, સેલાવી, રણુંજ, સંખારી, પાટણ, ખલીપુર, કાંસા, વાયડ અને સિહોર સ્ટેશનો પર ઉભી રહેશે.
  2. ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશલ ટ્રેન 02 મે 2023 થી મેહસાણાથી 06:05 વાગ્યાની જગ્યાએ 12:10 વાગે શરૂ થઈને 12:22 વાગે ધિણોજ, 12:28 વાગે સેલાવી, 12:38 વાગે રણુજ, 12:46 વાગે સંખારી તથા 13:05 વાગે પાટણ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશલ ટ્રેન પાટણથી 19:20 વાગ્યાની જગ્યાએ 09:50 વાગે શરૂઆત થઈ 09:56 વાગે સંખારી, 10:03 વાગગે રણુજ, 10:12 વાગે સેલાવી, 10:17 વાગે ધિણોજ તથા 11:05 વાગે મહેસાણા પહોંચશે.
  3. ટ્રેન નંબર 09407/09408 પાટણ-ભીલડી-પાટણ સ્પેશ્યલ ટ્રેન 01 મે 2023થી ચલાવવામાં આવશે નહીં.

g clip-path="url(#clip0_868_265)">