Ahmedabad: બકરી ઈદને લઈને પશુઓની ચોરી કરતી ટોળકીના બે આરોપીઓ સરખેજમાં ઝડપાયા

ફતેહવાડી સફવાન પાર્ક નજીક પોલીસને જોઈને કાર ચાલક રિવર્સ લઈને ભાગવાનો પ્રયાસ કરતા ઈલેકટ્રીક ડીપી સાથે અઠડાયા અને બે આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા જયારે બે આરોપીઓ ફરાર થઈ ગયા.

Ahmedabad: બકરી ઈદને લઈને પશુઓની ચોરી કરતી ટોળકીના બે આરોપીઓ સરખેજમાં ઝડપાયા
Two accused arrested
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 05, 2022 | 6:05 PM

અમદાવાદ (Ahmedabad) માં સરખેજમાં બકરી ઈદ (Eid) ને લઈને પશુઓની ચોરી કરતી ટોળકીના બે આરોપીઓ ઝડપાયા છે. કારમાં છુપુ ખાનુ તૈયાર કરીને પશુઓની ચોરી કરતા હતા. પોલીસની ચેંકિગ દરમ્યાન આ ગેંગ ઝડપાઈ છે. બે આરોપીની ફરાર થઈ જતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમા લેવાયેલા આરોપી આદમ પટેલ અને મોહમંદ ઉમેશ શેખ પશુઓની ચોરી કરવા નીકળ્યા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા. બકરી ઈદ હોવાથી પશુઓની ચોરીનુ પ્રમાણ વધતુ હોય છે જેથી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી આ દરમ્યાન ફતેહવાડી સફવાન પાર્ક નજીક પોલીસને જોઈને જીજે 01 જીએ 1544 નંબરની આઈ 20 કાર ચાલક રિવર્સ લઈને ભાગવાનો પ્રયાસ કરતા ઈલેકટ્રીક ડીપી સાથે અઠડાયા અને બે આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા જયારે બે આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે તપાસ કરતા આ આરોપીઓ પશુઓની ચોરી કરવા આવ્યા હતા.

આરોપીઓએ કારને એવી મોડીફાય કરીને છુપુ ખાના જેવુ બનાવ્યુ હતુ. જેથી પશુઓની ચોરી કરીને સરળતાથી હેરાફેરી કરી શકાય. પોલીસે એકલવ્ય સોફટવેરમા આ કારનો નંબર પ્લેટ ચેક કર્યો તો આ નંબર પ્લેટ આઈ ટેન કારનો હતો. જયારે પકડાયેલી કારનો નંબર પ્લેટ જીજે27બીએસ0130 હોવાનુ ખુલ્યુ હતુ. જેથી આરોપીઓ પોલીસની બચવા નંબર પ્લેટ બદલીને પશુઓની ચોરી કરતા હતા. આ ઉપરાંત આરોપીઓ પાસેથી પ્લાસ્ટીકની રસીઓ, વાસની લાકડીઓ, લોખંડની પાઈપો અને છરીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો

પશુઓની ચોરી કરતી ટોળકીના સહેજાદ કલ્યાણી અને જહીરઅબ્બાસ મોમીન નામના બે આરોપી ફરાર હોવાથી પોલીસે આ વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. જયારે આ ટોળકી કેટલા સમયથી પશુઓની ચોરી કરે છે. અને અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બકરી ઇદ સમયે બકરાંઓની ખાસ માગ રહે છે. આ સમયનો લાભ લઈ લેવા માટે બકરાંની ચોરી કરી તેને વેચી દેવા માટે આરોપીઓએ આ યોજના બનાવી હતી. પોલીસને ચકમો આપવા માટે તેણે કારમાં ચોરખાનાં બનાવ્યાં હતાં જેથી તેમાં બકરાં હોય ત્યારે ચેકિંગ કરવામાં આવે તો પણ પોલીસને તેની જાણ થઇ શકે નહીં. જોકે પોલીસને જોઈને ભાગવા જતાં બંને ઝડપાઈ ગયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">