અમદાવાદ: વૃદ્ધ સ્વજનના 77 લાખ ઓળવી લેનારા આરોપીએ ગુના માટે ચલાવ્યું ભેજું પણ આવી ગયો પોલીસનાં સાણસામાં

|

Jun 12, 2022 | 9:15 AM

કૌટુંબિક ફોઇના પીપીએફના (PPF)77 લાખ રૂપિયાનો ચેકને ભત્રીજાએ પડાવી લીધા હતા. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધવલ શાહની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે

અમદાવાદ: વૃદ્ધ સ્વજનના 77 લાખ ઓળવી લેનારા આરોપીએ ગુના માટે ચલાવ્યું ભેજું પણ આવી ગયો પોલીસનાં સાણસામાં

Follow us on

અમદાવાદ (Ahmedabad)શહેરના પાલડી વિસ્તારમાં ધવલ શાહ નામના વ્યક્તિએ કૌટુંબિક ફોઇની ખોટી સાઈન કરી બેંકમાં એકાઉન્ટ ખોલી લાખો રૂપિયાનો ચેક જમા કરાવીને છેતરપિંડી (Financial Fraud )આચરી હતી અને વૃદ્ધ  સ્વજનના પીપીએફના 77 લાખ રૂપિયાનો ચેકને ભત્રીજાએ પડાવી લીધો હતો. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધવલ શાહની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

શહેરના આર્થિક ગુના નિવારણ શાખાદ્વારા આરોપી ધવલ શાહની ધરપકડ કરવામાં આવી હતી. ધવલ શાહે તેને ઉછેરીને મોટા કરનારા કૌટુંબિક ફોઇના નાણા પડાવી લીધા હતા. ઘટનાની વિગતવાર વાત કરીએ તો પાલડીમાં રહેતા હર્ષિદાબેન પ્રવીણચંદ્ર શાહના માતા પ્રભાવતીબેનનું 1 માર્ચ 2020ના રોજ મૃત્યુ થયું હતું.જેમના પીપીએફના પૈસા બેંકમાં હતા..આ નાણાના વારસ તરીકે હર્ષિદાબેન અને તેમના પિતા ચીમનલાલ હતા. જોકે પાંચ મહિના બાદ 22 ઓગસ્ટ 2020ના રોજ ચીમનલાલ શાહનું પણ કોરોનાથી મૃત્યુ થતા હર્ષિદાબહેને પીપીએફના 77.94 લાખનો ચેક લઈ લીધો હતો, પરતું આ પૈસા ઉપર  કૌટુંબિક ભત્રીજાન ધવલની નજર બગડી હતી આથી જે ચેક ચીમનલાલ શાહના કબાટમાં પડ્યો હતો તે લઈ લીધો હતો અને  છોતરપિંડી  કરી હતી.

વૃદ્ધ  ચીમનલાલે કર્યો હતો  ધવલનો ઉછેર

છેતરપીંડીના ગુનામાં પકડાયેલ ધવલ શાહના પિતાનું નાની ઉંમરે મૃત્યુ થયું હતું.જેથી કૌટુંબિક ભાણાના દીકરા તરીકે ધવલને વૃદ્ધ ચીમનલાલ શાહ દ્વારા જ મોટો કરવામાં આવ્યો, છતાં પણ પૈસાની લાલચમાં ધવલ શાહે પૈસા મેળવવા માટે છેતરપીંડીનું કાવતરું ઘડ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ધવલ શાહ દ્વારાકૌટુંબિક ફોઇ એવા ફરિયાદી હર્ષિદાબેનની ખોટી સહી અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને રિલીફ રોડ પર આવેલી કોસમોસ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને હર્ષિદાબેનનો પીપીએફ પે ઓર્ડરનો ચેક જમા કરાવી દીધો અને ટોકર શાહ નામની પેઢી મારફતે 77.94 લાખ રૂપિયા લઇને ફરાર થઈ ગયો હતો. જોકે તમામ પુરાવા મેળવીને આરોપી ધવલની ધરપકડ કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આરોપી ધવલ શાહે કૌટુંબિક પરિચિત અન્ય સભ્યો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની આશકા છે. જેને લઈ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધવલ શાહની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.સાથે જ 77.94 લાખ રૂપિયા ક્યાં વાપર્યા અને અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Published On - 8:49 am, Sat, 11 June 22

Next Article