Ahmedabad: અન્ય દેશના બ્રેઇનડેડ દર્દીનું ગુજરાતમાં અંગદાન થયું હોવાની પ્રથમ ઘટના

સિવિલ હોસ્પિટલમાં થયેલ 68 અને 69 માં અંગદાનમાં ક્રમશ: જયાબેન વિંજુડા અને કિરણભાઇ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

Ahmedabad: અન્ય દેશના બ્રેઇનડેડ દર્દીનું ગુજરાતમાં અંગદાન થયું  હોવાની પ્રથમ ઘટના
Organ donation
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 14, 2022 | 6:04 PM

નેપાળી બ્રેઇનડેડ લક્ષ્મણભાઇના હૃદય, કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું

ગુજરાત સરકાર (Government of Gujarat) આદરેલા અંગદાનના સેવાયજ્ઞ અને સેવાકીય કાર્યોની મહેક 1301 કિ.મી. દૂર નેપાળ સુધી પ્રસરી છે. આજે અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયેલ 25 વર્ષના નેપાળી યુવક લક્ષ્મણભાઇ મંગેતાના પરિજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. ગુજરાતમાં અન્ય દેશના દર્દીએ અંગદાન કર્યું હોય તેવી સમગ્ર ગુજરાત (Gujarat) માં અને સંભવત: દેશમાં પ્રથમ ઘટના છે. અંગદાન બાદ ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અંગદાન સેવા ટ્રસ્ટ દ્વારા પાર્થિવ દેહને મોટરમાર્ગે નેપાળ પહોંચાડવાની સમગ્ર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મૂળ નેપાળના અને અમદાવાદમાં 8 વર્ષથી સ્થાયી થયેલ મંગેતા પરિવારના ૨૫ વર્ષીય યુવક લક્ષ્મણભાઇને 10 મી જૂનના રોજ માર્ગ અકસ્માત સાંપડ્યો હતો. માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર પ્રકારન ઇજા થતા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા.

ટ્રોમા સેન્ટરના તબીબોએ જરૂરિ તમામ રીપોર્ટસ કરાવ્યા બાદ સ્થિતિ ગંભીર જણાઇ આવતા આઇ.સી.યુ.માં દાખલ કર્યા. રીપોર્ટમાં હેમ્રેજ થયું હોવાનું નિદાન થયું હતુ. તબીબોએ લક્ષ્મણભાઇની સધન સારવાર હાથ ધરીને સ્થિતિમાં સુધાર લાવવામાં તમામ પ્રયાસો હાથ ધર્યા. પરંતુ વિધાતાના તરફથી કદાચ લક્ષ્મણભાઇનો સંદેશો આવી ગયો હતો. માટે ચાર દિવસની અથાગ મહેનત બાદ પણ ૧૪ મી જૂને લક્ષ્મણભાઇને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.

લક્ષ્મણભાઇના બ્રેઇનડેડ થયાના સમાચાર સાંભળીને પરિવારજનો ગમગીન બન્યા. પરંતુ આ ક્ષણે પરોપરકારન ભાવ કેળવીને પોતાના અનમોલ રત્નને અમરત્વ પ્રદાન કરવા અંગદાનનો નિર્ણય કર્યો. બ્રેઇનડેડ લક્ષ્મણભાઇના અંગદાનમાં હ્યદય, બે કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળી જવા પામ્યું છે. અંગદાનમાં મળેલા હ્યદય ને ગ્રીનકોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું. જ્યારે લીવર અને સ્વાદુપિંડને મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે પહોંચાડવામાં આવ્યા છે. કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં મોકલાયું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે, મૂળ નેપાળમાં અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા મંગેતા પરિવારના લક્ષ્મણભાઇના પાર્થિવદેહને સ્વમાનભેર નેપાળ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથો સાથો સિવિલ હોસ્પિટલના ખર્ચે તેમના પરિવારજનો માટે અન્ય મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 70 અંગદાન થયા છે. જેમાં ૨૨૧ અંગો મળ્યા જેના થકી 198 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં થયેલ 68 અને 69 માં અંગદાનમાં ક્રમશ: જયાબેન વિંજુડા અને કિરણભાઇ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. અત્રે નોંધનીય બાબત છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના સબળ નેતૃત્વ હેઠળ આજે રાજ્ય આરોગ્ય વિભાગ આરોગ્યસેવાઓને સમાજના, રાજ્યના અને દેશના તમામ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે. ગુજરાતમાં રાજ્ય ઉપરાંત રાજ્ય બહારના દર્દીઓ પણ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવે છે. 8 વર્ષથી ગુજરાતમાં રહેતા નેપાળી પરિવારે ગુજરાતની માટીનું ઋણ અદા કરીને બ્રેઇનડેડ દિકરાના અંગદાનનો નિર્ણય કરી 5 જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે. ગુજરાત સરકારે આદરેલા અંગદાન અને અંગોના પ્રત્યારોપણના સેવાયજ્ઞની મ્હેક આજે ખરા અર્થમાં જગવ્યાપિ બની છે.

જન્મદિવસના દિવસે બ્રેઇનડેડ થયા બાદ પુર્નજન્મ મેળવતા લક્ષ્મણભાઇ

લક્ષ્મણભાઇને માર્ગ અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે જન્મદિવસના દિવસે જ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.બીજા દિવસે તેમના અંગોને રીટ્રાઇવ કરવામાં આવ્યા. આમ લક્ષ્મણભાઇ મૃત થઇને પણ જીવી ગયા અને તેમનો પુર્નજન્મ થયો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">