Ahmedabad: શહેરમાં થશે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ, શ્વાસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સુવિધાનો પ્રારંભ

|

Aug 17, 2022 | 8:37 PM

અમદાવાદમાં કેડી હોસ્પિટલ ખાતે આજથી ફેફસા ટ્રાન્સપ્લાન્ટની (Lungs Transplant) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે કેડી હોસ્પિટલે (KD Hospital) અને હૈદરાબાદની KIMS હોસ્પિટલે ફેફસા ટ્રાન્સપ્લાન્ટની આધુનિક સુવિધા માટે જોડાણ કર્યું છે. જે લોકો ફેફસાની બીમારીથી પીડાય છે તેવા દર્દીઓ માટે અંતિમ તબક્કામાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ એ એક ચોક્કસ સારવાર છે.

Ahmedabad: શહેરમાં થશે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ, શ્વાસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સુવિધાનો પ્રારંભ
AHMEDABAD: Lung Transplant Facility at KD Hospital

Follow us on

અમદાવાદ  (Ahmedabad) ધીરે ધીરે મેડિકલ જગતમાં આગવી સુવિધાઓ વિસ્તારતું શહેર બની રહ્યું છે. થોડા સમય પહેલા જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉભી થઈ છે તો હવે બીજી તરફ અમદાવાદમાં કેડી હોસ્પિટલ ખાતે આજથી ફેફસા ટ્રાન્સપ્લાન્ટની (Lungs Transplant) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે કેડી હોસ્પિટલે (KD Hospital) અને હૈદરાબાદની KIMS હોસ્પિટલે ફેફસા ટ્રાન્સપ્લાન્ટની આધુનિક સુવિધા માટે જોડાણ કર્યું છે.

આ અંગે હોસ્પિટલના વરિષ્ઠ કન્સલ્ટન્ટ ઇન્ટરવેનશનલ પલ્મોનોજિલ્સટ તથા ફેફસા ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડો. મૂકેશ પટેલે જણાવ્યું હતું કે જે લોકો ફેફસાની બીમારીથી પીડાય છે તેવા દર્દીઓ માટે અંતિમ તબક્કામાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ એ એક ચોક્કસ સારવાર છે. આ સુવિધાથી શ્વાસના રોગીઓ માટે આશાનું કિરણ જોવા મળ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં શ્વાસના રોગીઓ વધતા જાય છે ત્યારે આપણે સાથે મળીને તેની સારવાર અંગે સહિયારો પ્રયાસ કરવો પડશે.

કેડી હોસ્પિટલના ડો. હરજીત ડુમરા જેઓ વરિષ્ઠ કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટીકલ કેર સંભાળે છે તેઓએ જણાવ્યું હતું કે અંતિમ તબક્કામાં શ્વાસના રોગો દર્દીઓ માટે ઘણા મુશ્કેલ બની જાય છે. જ્યારે આવા દર્દીઓ પથારીવશ બની જાય છે તેમના માટે ઓક્સિજનની સતત જરૂર પડે છે તેવામાં આ સુવિધા ઘણી ફાયદાકારક છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ અંગે થોરાસિક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ઇન્સ્ટિટયૂટ ફોર હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટેશનના ચેર અને ડાયરેક્ટર ડો. સંદીપ અટ્ટાવારે તેમજ કેડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં ફેફસાના રોગથી પીડાતા દર્દીઓને સૌથી અદ્યતન, વ્યાપક સારવાર અને આવા રોગો માટે પોસાય તેવા ભાવે નિષ્ણાતો દ્વારા સારવાર આપવામાં આવશે. કેડી હોસ્પિટલ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે રાજ્યના તેમજ બહારના દર્દીઓને પણ નિષ્ણાત અને અનુભવી તજજ્ઞોના હાથે સારવાર મળે.

Published On - 8:35 pm, Wed, 17 August 22

Next Article