Ahmedabad : બગોદરા નજીક અકસ્માતના મૃતકોને મુખ્યમંત્રીએ રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત કરી

|

Dec 29, 2021 | 2:47 PM

અમદાવાદમાં (Ahmedabad) બગોદરા (Bagodara) નજીક ગમખ્વાર અકસ્માત (Accident) સામે આવ્યો છે. બગોદરા નજીક તુફાન ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે આ અકસ્માતમાં અન્ય 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Ahmedabad : બગોદરા નજીક અકસ્માતના મૃતકોને મુખ્યમંત્રીએ રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત કરી
મુખ્યમંત્રીની સહાય જાહેરાત

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર બુધવાર તા.ર૯મી ડિસેમ્બરે વ્હેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીએ એવો નિર્ણય પણ કર્યો છે કે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને વ્યક્તિ દિઠ રૂ. પ૦ હજારની સહાય અપાશે. આ સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવામાં આવશે.

અકસ્માતનો ભોગ બનેલા અને ઇજાગ્રસ્ત થયેલાઓ વાપી ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની અંડર-૧૯ જૂડો સ્પર્ધામાં ભાગ લઇ પરત ફરી રહ્યા હતા. ત્યારે અરણેજ બગોદરા માર્ગ પર આ કમનસીબ દુર્ઘટના બુધવારે સવારે સર્જાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ઘટનાની જાણ થતાં જ તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર,એસ.પી અને આરોગ્યના અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વ્યક્તિઓની સારવારનો પ્રબંધ કરવા સૂચના આપી હતી. આ અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અમદાવાદમાં (Ahmedabad) બગોદરા (Bagodara) નજીક ગમખ્વાર અકસ્માત (Accident) સામે આવ્યો છે. બગોદરા નજીક તુફાન ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે આ અકસ્માતમાં અન્ય 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભયંકર અકસ્માતના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ત્યારે 10 ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે ટ્રકને પાછળથી તૂફાન ગાડી ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો, શહેરમાં વધતા જતા વાહનો વચ્ચે અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અકસ્માત કેસને ઘટાડવા માટે બ્લેક સ્પોટ જાહેર કરાયેલાં 6 સ્થળ પર 3 વર્ષમાં 53 અકસ્માતમાં 25 લોકોના મોત થયાં છે. હાલ 32 જેટલા બ્લેક સ્પોટ ટ્રાફિક વિભાગ જાહેર કર્યા છે. બ્લેક સ્પોટમાં વધારો ન થાય તે માટે અલગ અલગ એજન્સીઓ રિર્ચસ કરી રહી છે.

આ પણ વાંચો : AFCAT Final Merit List 2022: એર ફોર્સ ફાઇનલ મેરિટ લિસ્ટ થયું જાહેર, 22 જાન્યુઆરીથી શરૂ થશે કોર્સ, જાણો તમામ વિગતો

આ પણ વાંચો : Bigg Boss 15 : ‘વીકેન્ડ કા વાર’ એપિસોડ હશે ખાસ, ધર્મેન્દ્રથી લઈને ભારતી સિંહ સુધીના આ સેલેબ્સ મચાવશે ધમાલ

Next Article