Ahmedabad: શહેર પોલીસનો યુવાનોને ડ્રગ એડિક્ટ નહી પણ થ્રીલ એડિક્ટ બનવાનો સંદેશ, સાહસના વ્યસની બનવા સલાહ

|

Jun 20, 2022 | 8:21 AM

રાજ્યમાં યુવાનો નશાની બદી તરફ ધકેલાઈ રહ્યા છે અને ડ્રગ્સના વ્યસની (Drugs Addict) બની રહ્યા છે ત્યારે યુવા ધનને સાચા રસ્તે વાળવા શહેર પોલીસ દ્વારા સાહસના વ્યસની બનવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

Ahmedabad: શહેર પોલીસનો યુવાનોને ડ્રગ એડિક્ટ નહી પણ થ્રીલ એડિક્ટ બનવાનો સંદેશ, સાહસના વ્યસની બનવા સલાહ

Follow us on

અમદવાદ (Ahmedabad)સહિતના રાજ્યના મોટા ભાગના શહેરોમાં વારંવાર ડ્રગ્સ (Drugs)પકડાવાની ઘટના સામે આવે છે ત્યારે સ્વાભાવિક છે કે આ જથ્થો રાજ્યના ઘણા યુવાનો સુધી પહોંચે છે અને યુવા ધન નશાની લત  (Drugs Addict) કરીને આ બદીનો ભોગ બને છે. ત્યારે આ બદીથી દૂર રહેવા અને જાગૃતિ ફેલાવવા અમદાવાદ )(Ahmedabad city police) શહેર પોલીસ દ્વારા શહેરના સિંધુભવન રોડ ખાતે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો સાથે ચેતક કમાન્ડો અને એનએસજી કમાન્ડોએ વિવિધ કરતબ બતાવીને યુવાનોને સ્ફુર્તિ અને ક્ષમતાનું ઉદાહણ રજૂ કર્યું હતું. પોલીસ જવાનોએ વિવિધ કરતબ બતાવીને તેમના સાહસ અને સ્ફુર્તિનો પરિચય આપ્યો હતો

આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના યુવાનોને થ્રિલ એડિક્ટ બનાવવા માટે શહેર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો નશાના વ્યસની નહીં, પરંતુ હિંમત અને જોશ સાથે સાહસ અને પરાક્રમ કરવાની ક્ષમતા વિકસાવે તે જરૂરી છે. આથી નશાના દૂષણને ડામવા પેલીસ દ્વારા આ નવચતર પહેલ કરવામાં આવી છે.અમદાવાદ સહિત રાજ્યમાં યુવાનો નશાની બદી તરફ ધકેલાઈ રહ્યા છે અને ડ્રગ્સના વ્યસનીબની રહ્યા છે ત્યારે યુવા ધનને સાચા રસ્તે વાળવા શહેર પોલીસ દ્વારા સાહસના વ્યસની બનવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યા દિલધડક કરતબ

સિંધુ ભવન રોડ ખાતે લોકો આ કરતબ નિહાળવા મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેમાં એક ચેતક કમાન્ડોએ 18 માં માળેથી દોરડા વડે નીચે ઉતરીને ખાસ પ્રદર્શન બતાવ્યું હતુ. તો મહિલા પોલીસ કર્મચારીઓએ પણ આગવી કળાનું પ્રર્દશન કર્યું હતું. શહેરપોલીસે વિવિધ સાહસી રજૂઆતો કરીને એ બાબતનો સંદેશ આપ્યો હતો કે નશાથી દૂર રહીને તમે હકારાત્મક અભિગમ સાથે આગલ વધી શકો છો તેમજ નશાથી ખોખલું થયેલું શરીર કોઈ બાબતે સક્ષમ નથી હોતું, પરંતુ સ્વસ્થ શરીર દ્વારા તમે પોઝિટીવ રહીને કામ કરી શકો છો.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

 

Published On - 8:18 am, Mon, 20 June 22

Next Article