અમદાવાદ: નશાકારક દવાઓનુ વેચાણ કરતી મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરતી SOG, 30 હજારથી વધુ દવાઓનો જથ્થો જપ્ત

અમદાવાદ: મેડિકલ સ્ટોરમાં મંજૂરી વિના ગેરકાયદે રીતે નશાકારક દવાઓનુ વેચાણ કરનાર એક મહિલા સહિત 2 લોકોની SOGએ ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 30 હજારથી વધુ દવાઓનો જપ્ત કર્યો છે. જે દવાઓનુ માત્ર પ્રિસ્ક્રીપ્શન હોય તો જ વેચાણ થઈ શકે તેવી દવાઓ વગર પ્રિસ્ક્રીપ્શન વેચી રહ્યા હતા અને પોલીસ તપાસમાં સામે આવ્યુ કે એ નશાકારક દવાઓનો રિક્ષાચાલકો અને શ્રમિકો નશા માટે ઉપયોગ કરતા હતા.

અમદાવાદ: નશાકારક દવાઓનુ વેચાણ કરતી મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરતી SOG, 30 હજારથી વધુ દવાઓનો જથ્થો જપ્ત
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 03, 2023 | 6:54 PM

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં નશાકારક દવાઓનુ ગેરકાયદે વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ છે.  સસ્તા નશા માટે ઉપયોગમાં લેવાતી નશાકારક દવાઓનુ ગેરકાયદે વેચાણ કરનાર એક મહિલા સહિત 2 લોકોની SOGએ ધરપકડ કરી છે. આરોપીઓ મેડિકલ સ્ટોરમાં મંજૂરી વિના નશાકારક દવાઓનુ વેચાણ કરતા હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે આરોપીઓ પાસેથી 30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓનો જથ્થો જપ્ત

અમરાઈવાડીમાં આવેલા ભીલવાડાની ધનલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરનાર ભાઈબહેનની SOG એ ધરપકડ કરી છે. સુરજભાન રાજપુત અને રૂક્ષ્મણી રાજપુતની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીએ મેડિકલમાં તપાસ કરતા પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી અને નશામાં ઉપયોગ લેવાતી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ 30,266 નંગ નશાકારક ટેબ્લેટ કબજે કરી છે.  મહત્વનું છે કે આ દવાઓનો મોટાભાગે ઉપયોગ નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી હોવાનું સામે આવ્યું છે.

નશાકારક દવાઓનો રિક્ષાચાલકો અને શ્રમિકો નશા માટે ઉપયોગ કરતા

નશાકારક દવાઓના વેચાણ કરતા ભાઈબહેનની ધરપકડ કરી પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે ,આ નશાનો ઉપયોગ રિક્ષાચાલક અને શ્રમિકો નશા માટે કરતા હતા. જેમાં એક સાથે ચાર જેટલી ટેબલેટ લેવાથી નશો થતો હતો, ઉપરાંત 35 રૂપિયામાં જ આ ગોળીઓ મળતી હોવાથી સસ્તા નશા તરીકે શ્રમિકો તેનો ઉપયોગ વધુ કરતા હતા.  પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ દવાઓ અસારવાના રવિ નામના યુવક પાસેથી ખરીદતા હતા, જે હાલ ફરાર છે.

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

આ પણ વાંચો:અમદાવાદ : નો કેટલ ઝોનમાંથી તાકીદના ધોરણે રખડતા ઢોરને પકડવાની કામગીરી, 5800 કેટલ ઢોર ડબ્બે પુરાયા-વીડિયો 

બિલ વિના જ દવાઓનુ કરતા હતા વેચાણ

તમામ દવાઓનું  બિલ વિનાજ વેચાણ થતુ હોવાનુ પણ તપાસમાં સામે આવ્યુ છે.  જેથી તેનો કોઈ રેકોર્ડ મળે નહીં. જોકે અસારવાથી આ દવાઓ વેચાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. શહેરમાં અલગ- અલગ પ્રકારે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરીને નશો કરવામાં આવી રહ્યો છે. તેવામાં શહેર પોલીસે ડ્રગ્સ ગાંજા દારૂ સહિત અલગ અલગ રીતે નશામાં ઉપયોગમાં લેવાતી દવાઓનું ગેરકાયદે વેચાણ કરનાર લોકો વિરોધ પણ કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">