AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Sabarmati River: સાબરમતી નદીનું પાણી પીવા માટે સુરક્ષિત, AMCએ કહ્યું પાણીમાંથી મળેલા મૃત વાયરસ આરોગ્ય માટે ખતરારૂપ નથી

| Updated on: Jun 18, 2021 | 5:13 PM
Share

Ahmedabad Sabarmati River: અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવા માટે સુરક્ષિત છે. આ દાવા સાથે ખુલાસો કર્યો છે AMCના વોટર રિસોર્સિસના કાર્યપાલક ઇજનેર હરપાલસિંહ ઝાલાએ. ટીવીનાઇન સાથેની ખાસ વાતચીતમાં તેઓએ સાબરમતી નદીના પાણીમાં કોરોના હોવાની વાત અંગે સ્પષ્ટતા કરી

Ahmedabad Sabarmati River: અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવા માટે સુરક્ષિત છે. આ દાવા સાથે ખુલાસો કર્યો છે AMCના વોટર રિસોર્સિસના કાર્યપાલક ઇજનેર હરપાલસિંહ ઝાલાએ. ટીવીનાઇન સાથેની ખાસ વાતચીતમાં તેઓએ સાબરમતી નદીના પાણીમાં કોરોના હોવાની વાત અંગે સ્પષ્ટતા કરી. તેઓએ દાવો કર્યો કે નદીના પાણીમાં મળેલા મૃત વાયરસ આરોગ્ય માટે હાનિકારક નથી અને AMC દ્વારા શહેરીજનોને અપાતું પાણી પીવા માટે સંપૂર્ણ શુદ્ધ છે સાથે જ તેઓએ ગાંધીનગર IIT પર AMCને જાણ કર્યા વિના અભ્યાસ કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો. મહત્વપૂર્ણ છે કે ગાંધીનગર IIT દ્વારા સાબરમતી નદીમાંથી લેવાયેલા પાણીના નમૂના કોરોના સંક્રમિત મળી આવ્યા હોવાનો ખુલાસો થયો હતો.

જો કે આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયાઓ આવવાની તરત શરૂ થઈ ગઈ હતી. સાબરમતી નદીમાં કોરોના વાયરસની હાજરી મામલે કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સરકાર સામે એપેડેમિક એક્ટ અંતર્ગત ફરિયાદની માગ કરી. મનીષ દોશીએ કહ્યું કે, દુર્ભાગ્યવશ સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છે, છતાં સરકાર નિષ્ક્રિય છે. કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો. તેમણે કહ્યું કે, સાબરમતીના શુદ્ધિકરણ માટે પૈસા તો આપવામાં આવ્યા પણ કંઇ કાર્યવાહી થઇ નહીં, જે બદલ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાવા જોઇએ.

જણાવવું રહ્યું કે ગાંધીનગર સ્થિત IITના પૃથ્વી વિજ્ઞાન વિભાગના મનિષકુમારે કહ્યું કે- 3 સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી દરેક અઠવાડિયે સેમ્પલ લઈને તપાસ કરાઈ હતી સાબરમતીમાંથી 694, કાંકરિયામાંથી 549 અને ચંડોળામાંથી 402 સેમ્પલ લેવાયા હતા જે તમામ સંક્રમિત મળી આવ્યા છે જેનાથી એ પ્રતિત થાય છે કે પ્રાકૃતિક જળમાં પણ કોરોના વાયરસ મળી શકે છે જેથી દેશના તમામ પાકૃતિક જળસ્ત્રોતની તપાસ થવી જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">