Ahmedabad : કૃષ્ણનગરમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો, લૂંટારુંને લોકોએ પકડી પોલીસને સોંપ્યો

અમદાવાદ (Ahmedabad) શહેરના કૃષ્ણનગર(Krishnanagar) વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા દંપતી પાસે રહેલો મોબાઈલ તેમજ અન્ય વસ્તુની લુંટ (Loot) કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે.

Ahmedabad : કૃષ્ણનગરમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો, લૂંટારુંને લોકોએ પકડી પોલીસને સોંપ્યો
Ahmedabad LootImage Credit source: Representive Image
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 25, 2022 | 5:42 PM

અમદાવાદ (Ahmedabad) શહેરના કૃષ્ણનગર(Krishnanagar) વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા દંપતી પાસે રહેલો મોબાઈલ તેમજ અન્ય વસ્તુની લુંટ (Loot) કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે. જેમાં બાઈક પર સવાર ત્રણ શખ્સમાંથી એક વ્યક્તિને લાત મારી હતી. જેથી લૂંટારૂની બાઈક પણ સ્લીપ થઈ તેમજ બાજુમાં પસાર થઈ રહેલી બાઈક પણ સ્લીપ થઈ હતી. જોકે આસપાસના લોકો એકઠા થઇ જતાં બે શખ્સો નાસી છૂટયા જ્યારે લુંટ કરવા આવેલો એક વ્યક્તિ પકડાઈ ગયો હતો. આ સમગ્ર બનાવ એવો છે કે બે દિવસ પહેલા રાત્રિના સમયે મોહનભાઈ તેમના પત્ની પુષ્પાબેનના સાથે બાઈક પર સેજપુર ટાવર ખાતે આવેલી ચૌધરી હોસ્પિટલમાં જમાઈને ટિફિન આપી પરત ઘર જઈ રહ્યા હતા ત્યારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ કૃષ્ણનગર ચાર રસ્તા પાસે મોહનભાઈનાં ફોનમાં તેના દિકરા હરિનારાયણનો ફોન આવ્યો હતો. દીકરા સાથે વાત કરી મોહનભાઈ એ તેનો ફોન પાછળ બેઠેલા તેમના પત્નીને આપી દીધો હતો.

બંને શખ્સ રાધેકૃષ્ણ મંદિર તરફ ભાગી ગયા

આ અચાનક પાછળથી એક બાઇકમાં ત્રણ સવારીમાં અજાણ્યા શખ્સોએ મોહનભાઈના બાઈકની બાજુમાંથી પસાર થતી વખતે તેમાનો એક શખ્સે મોહનભાઈના પત્નીના હાથમાં રહેલો મોબાઈલ ફોન ઝૂંટવી લેવાની કોશિશ કરી પરંતુ શારદાબેન ફોન નહિ છોડતા એક શખ્સે શારદાબેનને પગ વડે લાત મારતા બંનેની બાઈક સ્લીપ થઇ હતી. જોકે બાઈક પરથી પડી જતાં દંપતીને ઇજાઓ થઇ હતી. બાદમાં દંપતીએ હિંમત દાખવી ઊભા થઈને ત્રણ શખ્સોને પકડવા જતાં એક શખ્સે પોતાની પાસે રહેલો એક મોટો છરો કાઢી અને બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ તે શકશે પોતાનો છરો તથા ફોન તેની સાથેના બીજા બે વ્યક્તિને આપી દીધા અને આ બંને શખ્સ રાધેકૃષ્ણ મંદિર તરફ ભાગી ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

જો કે આ શખ્સ પોતાનું બાઈક લઈ ભાગવા જતા તેને પાછળથી આવતા એક રિક્ષા ચાલકે પકડી પાડ્યો અને સ્થાનિક લોકો ભેગા થઈ જતાં તેને પોલીસને ફોન કરી આ વ્યક્તિને પોલીસને સોંપ્યો હતો. જયારે શારદાબેનને ઇજાઓ થતાં તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે તેની ફરિયાદ પરથી એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય બે વ્યકિતની શોધખોળ હાથ ધરી છે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">