Ahmedabad : રાજ્યની સૌથી મોટી યુનિ.પાસે રસ્તાની હાલત મગરની પીઠ સમાન, લોકોની રજૂઆતો ખાડામાં ગરકાવ

|

Aug 08, 2022 | 12:11 PM

અનેક વિદ્યાર્થીઓ ધરાવનાર ગુજરાત યુનિવર્સીટીના આ રોડનો ઉપયોગ આજુબાજુમાં આવેલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ (Students) અને સામાન્ય લોકો કરી રહ્યા છે.

Ahmedabad : રાજ્યની સૌથી મોટી યુનિ.પાસે રસ્તાની હાલત મગરની પીઠ સમાન, લોકોની રજૂઆતો ખાડામાં ગરકાવ
File Photo

Follow us on

રાજ્યની (gujarat) સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીનું (Gujarat University) ઈન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા વર્ષોમાં સુદ્રઢ થયું છે, જો કે એનો જ એક રસ્તો યુનિવર્સિટી અને AMCના કારણે વિવાદનું કારણ બન્યો છે. અનેક વિદ્યાર્થીઓ ધરાવનાર ગુજરાત યુનિવર્સીટીના આ રોડનો ઉપયોગ આજુબાજુમાં આવેલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ (Students) અને સામાન્ય લોકો કરી રહ્યા છે. આ રસ્તાની હાલત ખરાબ છે સાથે જ રોડ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી. જેથી સંધ્યાકાળ બાદ આજુબાજુની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને પસાર થવામાં ડર લાગે છે.મહત્વનું છે યુનિવર્સીટીના આ વિસ્તારમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલ (Girls hostel) અને યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

અહીંથી પસાર થતા રાહદારીઓ પણ પરેશાન

સ્ટ્રીટ લાઈટનો (Street light) અભાવ અને તૂટેલા રસ્તાના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ પણ પરેશાન છે.યુનિવર્સિટીમાંથી પસાર થતા આ રોડ પર રોજના અનેક અકસ્માતો થઈ રહ્યા છે.વિદ્યાર્થી સંગઠન NSUI એ અગાઉ વિરોધ દર્શાવી રોડ બનાવવાની માગ કરી હતી.જો કે સ્થિતિ એ છે કે આ રોડ કોનો એને લઈને પ્રશ્નો છે. લોકો રોડને લઈ ઓનલાઈન ફરિયાદ કરે તો પણ નિવેડો નથી આવતો. પૂર્વ સેનેટ મેમ્બર તો આક્ષેપ કરી રહ્યા છે કે પીઆરએલ, યુનિવર્સિટી અને મનપા ખર્ચ (AMC) કરવા તૈયાર નથી અને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે.

Published On - 8:14 am, Mon, 8 August 22

Next Article