ગુજરાત યુનિવર્સિટીમાં દરિયાઈ ખેતીના 8 નવા કોર્ષ શરૂ થશે, જાણો આ કોર્ષ માટે લાયકાત અને ફીના ધોરણો

આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) સમુદ્ર ખેતીનો નવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દેશભરમાં સૌથી પહેલા સમુદ્રમાં ખેતી કરવાનો કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીમાં દરિયાઈ ખેતીના 8 નવા કોર્ષ શરૂ થશે, જાણો આ કોર્ષ માટે લાયકાત અને ફીના ધોરણો
ગુજરાત યુનિવર્સિટી (ફાઇલ ફોટો)
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jul 02, 2022 | 11:21 AM

દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત પાસે છે. ત્યારે આ દરિયાના ખારા પાણીનો લાભદાયક ઉપયોગ કરવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ-જ કડીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)દ્વારા દરિયાઇ ખેતીના (Marine farming) નવા 8 કોર્ષ (course)શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્ષ થકી હવે દરિયાના પાણીનો લાભદાયક ઉપયોગ થશે. અને, દરિયામાં ખેતી કરવાનો પ્રારંભ કરાશે. અને, આ દરિયાઇ ખેતી થકી શાકભાજી વાવણીની શરૂઆત થઇ શકશે. દેશમાં સૌ પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ 8 નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા દરિયામાં ખેતી કરવાનું શીખવાડાશે

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 2 પ્રકારના 8 કોર્ષ ભણાવવામાં આવશે. જેમાં કોર્ષ-1માં IMRSના 5 કોર્ષ, 10 સેમેસ્ટર રહેશે. આમા સેમેસ્ટર દીઠ રૂ.23,410 ફી રહેશે. આ કોર્ષ માટે લાયકાત ધોરણ 12 પાસ રહેશે, અને આ કોર્ષ માટે સવારે બેન્ચ રહેશે. જયારે કોર્ષ-2માં MRS કોર્ષ, 4 સેમેસ્ટરમાં રહેશે, સેમેસ્ટર દીઠ રૂ.23,410 ફી રહેશે, આ કોર્ષમાં લાયકાતનું ધોરણ ગેજ્યુએટ છે. અને, આ કોર્ષ સાંજની બેચમાં રહેશે.

ગુજરાત યુનિવર્સિટીમાં ડેરી-ફાર્મિંગના બીજા 7 કોર્ષમાં 1) એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ, 2) કલાઇમેટ ચેન્જ-રિન્યુએબલ એનર્જી, 3) એન્ટ્રપ્રિન્યોરશિપ, 4) ડેરી મેનેજમેન્ટ, 5) કોમ્યુનિટી મેનેજમેન્ટ, 6) કો-ઓપરેટિવ મેનેજમેન્ટ, 7) નેચરલ ફાર્મિંગનો સમાવેશ થાય છે.

દરિયામાં ખેતીના કોર્ષ માટે પિડિલાઇટ કંપની સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. આ સાથે ભાવનગર તથા મુંદ્રા પોર્ટ પર પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવશે. સાથે જ ઉદ્યોગપતિઓ અને સંશોધનકારો ફેકલ્ટીમાં આવશે. નોંધનીય છેકે હાલ માત્ર તામિલનાડુમાં સમુદ્રમાં ખેતી થાય છે.

નોંધનીય છેકે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે નવા કોર્ષ શરૂ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ખાનગી યુનિવર્સિટીમાં પણ ના ચાલતા હોય તેવા અભ્યાસક્રમો દર વર્ષે યુનિવર્સિટીમાં ભણાવાય છે. આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં સમુદ્ર ખેતીનો નવો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દેશભરમાં સૌથી પહેલા સમુદ્રમાં ખેતી કરવાનો કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી(IIS) દ્વારા હાલ MBA તથા MCAનો કોર્ષ ભણાવવામાં આવે છે, ત્યારે હવે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં 8 નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સિવિડ ફાર્મિંગનો કોર્ષ ખૂબ જ રસપ્રદ કોર્ષ હોવાનું મનાય છે. આપ સૌ કોઇ જાણો જ છો કે જમીન પર તો ખેતી થાય જ છે, પરંતુ દરિયામાં કેવી રીતે ખેતી થઈ શકે તે અંગે આ કોર્ષમાં ભણાવવામાં આવશે. IIS દ્વારા પીડિલાઈટ કંપની સાથે આ કોર્ષ ભણાવવા માટે MOU સાઇન કરવામાં આવ્યા છે.

અન્ય ડિગ્રીની સાથે કોર્ષ કરી શકાશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડ્યુઅલ ડિગ્રી એડમિશનની મંજૂરી આપવામાં આવી છે, જેથી અન્ય ડિગ્રી ચાલુ હોય છતાં MRS અને IMRSના કોર્સ કરી શકાશે. બંને પ્રકારના કોર્સમાં 8 વિકલ્પ મળશે. જેમાંથી વિદ્યાર્થી કોઈ પણ વિકલ્પ પસંદ કરી તે ક્ષેત્રે ભણી શકશે.

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં થિયરી ભણાવાશે

​​​​​​​સિવિડ ફાર્મિંગના કોર્ષમાં પીડિલાઈટ કંપની સાથે MOU થયા હોવાથી વિદ્યાર્થીઓને ભાવનગર તથા મુન્દ્રા પોર્ટ પર લઈ જઈને પ્રેક્ટિકલ અભ્યાસ કરાવવામાં આવશે. જ્યારે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં થિયરી ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ભણાવવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, રિસર્ચર, ગવર્મેન્ટમાંથી એમ અલગ અલગ ફેકલ્ટી ભણાવવા આવશે. અત્યારે પણ IIS માં ભણતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન માટે દેશભરમાં અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે તે પ્રમાણે ભણાવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati