Ahmedabad : રિક્ષાચાલક વધુ નાણા કમાવવા ડ્રગ્સ પેડલર બન્યો, SOG એ 12 લાખના ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી

|

Dec 10, 2022 | 9:41 PM

અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો હજી યથાવત છે. શહેરના રામોલ વિસ્તારના જનતાનગરમાંથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયુ છે. બે પેડલરો છેલ્લા એક વર્ષથી ડ્રગ્સ વેચતા હતા. એસઓજીએ બાતમી આધારે બંને આરોપીઓને 12 લાખના 124 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીએ ઝડપેલા બંને આરોપીઓ ડ્રગ પેડલર છે

Ahmedabad : રિક્ષાચાલક વધુ નાણા કમાવવા ડ્રગ્સ પેડલર બન્યો, SOG એ 12 લાખના ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી
Ahmedabad SOG Arrest Drug Pedlars

Follow us on

અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો હજી યથાવત છે. શહેરના રામોલ વિસ્તારના જનતાનગરમાંથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયુ છે. બે પેડલરો છેલ્લા એક વર્ષથી ડ્રગ્સ વેચતા હતા. એસઓજીએ બાતમી આધારે બંને આરોપીઓને 12 લાખના 124 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીએ ઝડપેલા બંને આરોપીઓ ડ્રગ પેડલર છે. જે મુંબઇની એક મહિલા પાસેથી ડ્રગ્સ લાવી ડબલથી વધુ ભાવે લોકોને વેચાણ કરતા હતા. આરોપી અલ્લારખા ઉર્ફે અડુ શેખ અને ઇકબાલખાન પઠાણ મુળ રીક્ષા ચલાવવાનું કામ કરે છે પણ છેલ્લા એકાદ વર્ષથી રીક્ષા ડ્રાઇવીંગના ધંધામાં વધુ કમાણી ન થતા તેઓએ ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું. આરોપીઓ રામોલના જનતાનગર, દાણીલીમડા અને સારંગપુર પાણીની ટાંકી તથા રિવરફ્રન્ટ પાસે લોકોને ડ્રગ્સ વેચતા હતા.

ડ્રગ્સનો જથ્થો મુબઇના માંડવીની અમરીનખાન પાસેથી લાવતા

આ આરોપીઓ પાસેથી એસઓજીએ 12 લાખનું એમડી જ્રગ્સ કબજે કર્યું છે. જે ડ્રગ્સનો જથ્થો મુબઇના માંડવીની અમરીનખાન પાસેથી લાવતા અને અમદાવાદના અલગ અલગ શહેરોમાં વેચતા હતા.મુંબઇની અમરીન પહેલા અમદાવાદના કોટ વિસ્તારમાં સાસરે રહેતી હતી પણ તેને સાસરામાં કોઇ અણબનાવ બનતા તે મુંબઇ જતી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આરોપી અલ્લારખા મારામારી, પ્રોહિબિશન, જુગાર અને બોગસ કોલ સેન્ટરના ગુનામાં અગાઉ ઝડપાઇ ચૂક્યો છે, જ્યારે આરોપી ઇકબાલખાન પઠાણ પણ મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં પણ ઝડપાઇ ચૂક્યો છે.

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

આ આરોપીઓ એક હજારનું ડ્રગ્સ 2500માં વેચતા હોવાથી માત્ર પૈસા માટે અને પોતાના નશાના ખર્ચને પહોંચી વળવા જ એક વર્ષથી પેડલર બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં એસઓજી ક્રાઇમે અત્યાર સુધીમાં અનેક વખત રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી ડ્રગ્સ ઝડપી પાડતા આ વિસ્તાર હવે ડ્રગ્સના વેચાણ માટે હોટસ્પોટ બન્યું હોવાનું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં રામોલ વિસ્તાર દારૂ અને હથિયાર માટે તો પ્રખ્યાત હતો પણ હવે ડ્રગ્સનું હબ બની ગયું છે.

Published On - 9:39 pm, Sat, 10 December 22

Next Article