ગુજરાતમા CM ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ પૂર્વે પીએમ મોદી રોડ શો કરશે, તૈયારીઓ પૂરજોશમાં

ગુજરાતમા CM ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ પૂર્વે પીએમ મોદી રોડ શો કરશે, તૈયારીઓ પૂરજોશમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2022 | 8:16 PM

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ પૂર્વે પીએમ મોદી રોડ-શો યોજશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડના શપથ સમારોહ સ્થળ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોને લઈ સ્થાનિક વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં સોમવારે  સીએમ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ પૂર્વે પીએમ મોદી રોડ-શો યોજશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડના શપથ સમારોહ સ્થળ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોને લઈ સ્થાનિક વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠક સુધી પહોચી ગઈ છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. જો કે મળતી માહિતી પ્રમાણે 12 ડિસેમ્બરે માત્ર મુખ્યપ્રધાન શપથ લેશે. મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરવામાં આવશે. 12 ડિસેમ્બરે 1 થી 3 વાગ્યા સુધી શપથવિધિ યોજાશે

CM તરીકે ભુપેન્દ્ર પટેલ લેશે શપથ

ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે. ત્યારે હવે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. અન્ય મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરાશે. ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે.

g clip-path="url(#clip0_868_265)">