AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : રેલવે વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિને ઉર્જા સંરક્ષણ માટે વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ શરૂ કરાઇ

ઉર્જા સંરક્ષણ માટે ISHRAE દ્વારા આ પહેલ "વન ડિગ્રી ચેલેન્જ"(One Degree Chalange) નામથી શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય લોકોમાં એર કંડિશનરનું તાપમાન એક ડિગ્રી વધારીને ઉર્જા સંરક્ષણ પ્રત્યે લોકોને અનુકૂળ બનાવવા અને તેમને જાગૃત કરવાનો હતો. ડીઆરએમ ઓફિસ અમદાવાદમાં આયોજિત આ 'વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ' માં 100થી વધુ રેલવે કર્મચારી ઓએ ભાગ લીધો હતો.

Ahmedabad : રેલવે વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિને ઉર્જા સંરક્ષણ માટે વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ શરૂ કરાઇ
Ahmedabad Western Railway Take Oath For Energy Conversation
Darshal Raval
| Edited By: | Updated on: Jun 05, 2022 | 8:11 PM
Share

વિશ્વ પર્યાવરણ દિવસની(World Environement Day) વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે અમદાવાદ રેલવે વિભાગમાં(Railway) પણ તેની ઉજવણી કરવામ આવી હતી. જેમાં ભારતીય રેલવેના મુખ્ય એજન્ડાઓ માંથી એક ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષા છે. આ ક્રમમાં, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર EnHM અને ઇલેક્ટ્રિસિટી વિભાગ દ્વારા  ISHRAE (ઇન્ડિયન સોસાયટી ઑફ હીટિંગ, રેફ્રિજરેટિંગ અને એર કંડિશનિંગ એન્જિનિયર્સ)ના સહયોગથી ડીઆરએમ ઑફિસ, અમદાવાદના ઓડિટોરિયમમાં સંયુક્ત રીતે “વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ”(One Degree Challage )નામથી એક ઉર્જા સંરક્ષણ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઉર્જા સંરક્ષણ માટે ISHRAE દ્વારા આ પહેલ “વન ડિગ્રી ચેલેન્જ” નામથી શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય લોકોમાં એર કંડિશનરનું તાપમાન એક ડિગ્રી વધારીને ઉર્જા સંરક્ષણ પ્રત્યે લોકોને અનુકૂળ બનાવવા અને તેમને જાગૃત કરવાનો હતો. ડીઆરએમ ઓફિસ અમદાવાદમાં આયોજિત આ ‘વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ’ માં 100થી વધુ રેલવે કર્મચારી ઓએ ભાગ લીધો હતો. દરમિયાન ઉપસ્થિત તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ ઓફિસો અને ઘરોમાં પણ એર કંડિશનરનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રાખીને ઉપયોગ કરવાના અને વધુ એક ડિગ્રી નો વધારો કરીને એર કંડિશનરનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા. જેથી વીજળીની બચત કરી પર્યાવરણનો બચાવ કરી શકાય.

આ કાર્યક્રમ ડિવિઝનલ રેલવે મેનેજર તરૂણ જૈન, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ઇન્ફ્રા) પરિમલ શિંદે, સીનીયર ડિવિઝનલ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા મેનેજર ફેડરીક પેરીયત, સીનીયર ડીવીઝનલ ઈલેકટ્રિકલ એન્જીનીયર (જી) કુમાર સંભવ પોરવાલ, ડીવીઝનલ  ઈલેક્ટ્રકલ એન્જીનીયર રજની યાદવ, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને ટીમ ISHRAE ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને તમામે આ શપથ લઈ ને પર્યાવરણ બચાવોના શપથ લઈને આજના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">