Ahmedabad: સાયન્સ મિનિસ્ટર્સ કોન્કલેવને વડાપ્રધાન મોદી વર્ચ્યૂઅલી ઉદ્ધાટન કરશે, ‘અનુસંધાન સે સમાધાન’ ના વિષય ઉપર થશે ચર્ચા

TV9 GUJARATI

|

Updated on: Sep 10, 2022 | 9:39 AM

દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના પડકારો અને રાજ્યોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 28 રાજ્યોના પ્રધાનો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકો અને 250થી વધુ ડેલીગેટ્સ કોન્કલેવમાં જોડાશે.

Ahmedabad: સાયન્સ મિનિસ્ટર્સ કોન્કલેવને વડાપ્રધાન મોદી વર્ચ્યૂઅલી ઉદ્ધાટન કરશે, ‘અનુસંધાન સે સમાધાન' ના વિષય ઉપર થશે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સાયન્સ મિનિસ્ટર્સ કોન્કલેવને ઉદ્ધાટિત
Image Credit source: file photo

અમદાવાદમાં સાયન્સ સિટી  (Science City ) ખાતે આયોજિત સાયન્સ મિનિસ્ટર્સ કોન્કલેવને (Science Ministers Conclave) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) વર્ચ્યુઅલી રીતે ખૂલ્લી મૂકશે. દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના પડકારો અને રાજ્યોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 28 રાજ્યોના પ્રધાનો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકો અને 250થી વધુ ડેલીગેટ્સ કોન્કલેવમાં જોડાશે.

‘અનુસંધાન સે સમાધાન’ની ટેગલાઈન સાથે વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત નવી ટેક્નોલોજી અને જીવનની સરળતા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ  આ કોન્કલેવમાં જોડાઇને  નાગરિકોના જીવનને સરળ બનાવતા  વિવિધ વિષયો અંગેની ચર્ચામાં સામેલ થશે.

આગામી 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન અમદાવાદમાં કરશે નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન

ગુજરાતમાં યોજાઈ રહેલા નેશનલ ગેમ્સ (National Games)નું 29મી સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદી (Narendra Modi)ઉદ્દ્ઘાટન કરશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સમારોહનું આયોજન કરાશે. જ્યાં રંગારંગ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ હાજર રહેશે. જેમાં ક્રિકેટ અને અન્ય રમતોના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ હાજર રહેશે. ગુજરાત (Gujarat)માં 17 સ્થળોએ 36 રમતોનું આયોજન થવાનું છે. નેશનલ ગેમ્સનું સમાપન સુરત (Surat)ના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે. પ્રથમવાર ગુજરાત નેશનલ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યુ છે. રાષ્ટ્રહિત અને ટીમ ઈન્ડિયાની સ્પિરિટ જાગૃત થાય તે હેતુથી આ પ્રકારના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ઐતિહાસિક રમતોત્સવમાં દેશભરમાંથી 7000થી વધુ ખેલાડીઓ સહભાગી થશે. નેશનલ ગેમ્સ પહેલા રમત-ગમતની પ્રવૃત્તિઓમાં પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉદ્દેશથી આગામી તા.12, 13 અને 14 સપ્ટેમ્બરે રાજ્યભરની કોલેજ / યુનિવર્સિટી તેમજ તા.15 અને 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરની શાળાઓમાં વિવિધ રમતલક્ષી કાર્યક્રમો યોજાશે. તા.12 સપ્ટેમ્બરે રાજ્યના તમામ 33 જિલ્લા મથકે યોજાનાર રમતલક્ષી કાર્યક્રમોમાં મંત્રીઓ, સંસદઓ, ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો તેમજ રમતવીરો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, રમતવીરો ઉપરાંત સ્થાનિક આગેવાનો, રમતગમત સાથે સંકળાયેલી વિવિધ ક્લબો, મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, રમતવીરો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati