Ahmedabad: નવરાત્રિ પૂર્વે બજારોમાં ધૂમ ખરીદી, ચણિયાચોળીથી લઈને તમામ ચીજ વસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો વધારો

|

Sep 19, 2022 | 2:57 PM

Ahmedabad: નવરાત્રિ પૂર્વે બજારોમા ખરીદીની ધૂમ જોવા મળી રહી છે. ખાસ કરીને ચણિયાચોળીની બજારોમાં ભારે રોનક જોવા મળી રહી છે. આ વર્ષે તમામ ચીજ વસ્તુઓની ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો હોવા છતા લોકો હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે.

Ahmedabad: નવરાત્રિ પૂર્વે બજારોમાં ધૂમ ખરીદી, ચણિયાચોળીથી લઈને તમામ ચીજ વસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો વધારો

Follow us on

ગુજરાતના આર્થિક પાટનગર કહેવાતા અમદાવાદ(Ahmedabad)માં બજારોમાં નવરાત્રિની રોનક જામી છે. ત્રણ વર્ષ બાદ નવરાત્રિ (Navratri) ધામધૂમ પૂર્વક ઉજવાશે જેને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તરફ બજારોમાં પણ લોકો હોંશે હોંશે ખરીદી(Shopping) કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ગરબાના કોઈ મોટા આયોજનો થઈ શક્યા ન હતા. ત્યારે આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ગુજરાતીઓની પ્રિય એવી નવરાત્રિ દરમિયાન કોઈ કસર બાકી રાખવા માગતા નથી. જો કે આ વખતે બજારોમાં મોંઘવારીનો માર ચણિયાચોળી સહિત અનેક ચીજવસ્તુઓ પર દેખાઈ રહ્યો છે. કપડા અને ઓર્નામેન્ટ્સ થી લઈને દરેક ચીજવસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતા બજારોમાં ભારે ખરીદી નીકળી છે.

ચણિયા-ચોળી સહિત દરેક ચીજવસ્તુના ભાવમાં 15 થી 20 ટકાનો ભાવ વધારો

શહેરના ટેકસ્સ્ટાઈલ માર્કેટના 70,000 વેપારીઓ અને ઉદ્યોગકારોને આ નવરાત્રિ ફળદાયી નિવડશે તેવી આશા છે. ટેક્સ્ટાઈલ માર્કેટમાં હાલ તેજી જોવા મળી રહી છે. જેને કારણે વેપારીઓને નવરાત્રિમાં સારો વેપાર મળવાની આશા છે. આ તરફ અમદાવાદનું પ્રખ્યાત ચણિયાચોળી બજાર એવુ લો ગાર્ડનમાં ચણિયાચોળી, કેડિયા, પાઘડી, ગૂંથણ કામ કરેલા વસ્ત્રોનું સારુ એવુ વેચાણ થઈ રહ્યુ છે. આ વર્ષે લો ગાર્ડન ખાતે બે હજાર સુધીની વિવિધ ચણિયાચોળી બજારમાં જોવા મળી રહી છે. જેમા ભરત ગૂંથણની સાથે અવનવી ડિઝાઈન અને કેડિયાની ખૂબ માગ છે. આ વર્ષે ચણિયાચોળી સહિત તમામ વસ્તુઓના ભાવમાં વધારો થયો હોવાનુ ગ્રાહકો કહી રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હાલ નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. ત્યારે લોકો અવનવી ડિઝાઈન અને ભાત ભાતના કપડાની ખરીદી કરી રહ્યા છે. જો કે  ભાવ વધારો તો છે જ પણ સાથોસાથ છેલ્લા 2 વર્ષથી કોરોના સંક્રમણને કારણે જે પ્રતિબંઘો લાગેલા હતા અને જાહેર ગરબા પર રોક લગાવવાની સાથે સાથે શેરી ગરબામાં પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. હવે આ વર્ષ પરિસ્થિતિમાં ફેરફાર થતા લોકો ખુશ છે અને કોઈ પણ ભોગે નવરાત્રી ઉજવવા તેયાર છે. ત્યારે આ તમામ પરિસ્થિતિ વચ્ચે જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં પણ તહેવારોને લઈ રોનક દેખાઈ રહી છે.

Published On - 7:49 pm, Sat, 17 September 22

Next Article