Ahmedabad: કોર્પોરેશનની બેદરકારીના પાપે નરોડા મીની કાંકરિયાની બદ્દતર સ્થિતિ, જાળવણીના અભાવે બન્યુ ખંડેર

|

Aug 29, 2023 | 11:32 PM

Ahmedabad: લોકોને સુવિધા મળે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ પ્રયાસો કરે છે. જે પ્રયાસના ભાગરૂપે નરોડા અને આસપાસના લોકોને મણીનગર કાંકરિયા સુધી લાંબા ના થવું પડે તે માટે નરોડામાં જ મીની કાંકરિયા વિકસાવવામાં આવ્યું. પરંતુ કોરોના પહેલાથી આ મીની કાંકરિયા બંધ જેવી હાલતમાં જ છે. અને હવે પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે તે મીની કાંકરિયા જંગલ બની ગયું છે. જેને ફરી શરૂ કરવા માટે લોકોમાં માંગ ઉઠી છે.

Ahmedabad: કોર્પોરેશનની બેદરકારીના પાપે નરોડા મીની કાંકરિયાની બદ્દતર સ્થિતિ, જાળવણીના અભાવે બન્યુ ખંડેર

Follow us on

Ahmedabad: અમદાવાદ શહેરમાં સૌથી મોટું લેક મણિનગરમાં આવેલ કાંકરિયા છે. જ્યાં શહેર સાથે બહાર થી મળી દરરોજ હજારો લોકો ફરવા આવે છે. જોકે કાંકરિયા શહેરમાં મધ્યમાં હોવાથી લોકોને ત્યાં પહોચવામાં હાલાકી પડતી હોય છે તેમજ વધુ ખર્ચ કરવો પડતો હોય છે.

આ બાબત ધ્યાને રાખી નરોડા અને તેની આસપાસના વિસ્તારના લોકોને મણિનગર ન જવું પડે અને તેમના વિસ્તારમાં કાંકરિયાનો અનુભવ થાય માટે નરોડા ખાતે 2014માં મીની કાંકરિયા બનાવવામાં આવ્યું. જેને ડી.પી.કારીયા લેક નામ આપવામાં આવ્યું છે. જ્યાં 8 જેટલી મોટી રાઈડ. બાળકો માટેની 15 રાઈડ. જ્યારે 15 ઇન્ડોર ગેમ અને ટ્રેન અને બોટિંગ સુવિધા પણ છે. તેમજ લોકો ત્યાં જાય તો ખાણીપીણી માટે 20 થી વધુ દુકાનો પણ છે.

આ તમામ સુવિધા બંધ છે. જેના કારણે હાલ ત્યાં માત્ર બગીચો ચાલુ છે. જ્યાં એક વ્યક્તિ ની 5 રૂપિયા ટીકીટ અને 2 રૂપિયા ટુ વ્હીલર અને 5 રૂપિયા ફોર વ્હીલરનો ચાર્જ પાર્કિંગ માટે લઈ પ્રવેશ અપાય છે.અન્ય સુવિધા શરૂ થશે કે કેમ તેને લઈને હાલ કોઈ સ્પષ્ટતા નથી.તેમજ સુવિધા બંધ હોવાથી તે સ્થળ હાલ માત્ર લવર પોઇન્ટ બનીને રહી ગયું હોય તેવા લોકોના આક્ષેપ છે.સાથે જ મીની કાંકરિયા લેક ફરી શરૂ કરવા માંગ ઉઠી છે.

નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level
અમદાવાદમાં બનશે દેશનો સૌથી ઉંચો 'સિટી સ્ક્વેર', જાણો શું છે તેની વિશેષતાઓ?
Stock Market : Cochin Shipyard ના શેર બન્યા રોકેટ, જાણો કંપની વિશે
Garlic Benefit : બસ ખાઈ લો રોજ એક કળી વિટામીન B12ની ઉણપ પુરી, આ રીતે કરો ઉપયોગ
Vastu Tips : ઘરના મંદિરમાં પિતૃનો ફોટો રાખવો જોઈએ કે નહીં
આજનું રાશિફળ તારીખ : 19-11-2024

નરોડા મીની કાંકરીયા લેકમાં ગંદકીના ગંજ

નરોડાના મીની કાંકરિયામાં લેકમાં વોલ્ક વે પર ઠેર ઠેર ઝાડ ઊગી ગયા છે. ગંદકી છે. તૂટેલી અને બંધ રાઈડ. રાઈડ પર ચડી ગયેલી વેલો. બંધ ટ્રેન. ટ્રેનના પાટા પર ઝાડવા. લાઈટ બંધ અને તૂટી ગઈ છે. આ હાલત છે પૂર્વ વિસ્તારમાં વિકસિત ગણાતા એવા ઉત્તર ઝોનના નરોડા વિસ્તારના મીની કાંકરિયાની. કે જેની હાલત બદથી પણ બદતર બની ગઈ છે. જેના કારણે લોકો નરોડાના મીની કાંકરિયા ખાતે આવવું પણ નથી ગમતું. જે મીની કાંકરિયા શરૂ કરવા ત્યાંના સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

2 વર્ષ થી રાઈડ બંધ હાલતમાં

મળતી માહિતી પ્રમાણે દિનેશ કારીયા દ્વારા પીપીપી ધોરણે AMC પાસેથી જમીન લઈને પોતાના ખર્ચે લોકોને સુવિધા મળે માટે 2014માં ડી પી કારીયા લેક નામથી નરોડામાં મીની કાંકરિયા શરૂ કરવામાં આવ્યું. જે લેકનો નરોડા સહિત આસપાસ દહેગામ સુધીના લોકો લાભ લઈ શકે છે. જોકે કોરોના પહેલા મણિનગર ખાતે રાઈડ પડી ત્યારથી શહેરમાં રાઈડો બંધ કરવામાં આવી.

ત્યારથી નરોડા મીની કાંકરિયા ખાતે રાઈડ બંધ કરાઈ. જે બાદ કોરોના આવ્યો. ત્યારે રાઈડ તો બંધ રહી. પણ કોરોના લહેર ગયાને પણ 2 વર્ષ થયાં પણ હજુ સુધી તે રાઈડ શરૂ થવાનું નામ નથી લઈ રહી. જેના કારણે મીની કાંકરિયા ખાતે લેકમાં પાણી છે અને માત્ર બગીચો ચાલુ છે. બાકી બધી સુવિધા બંધ છે. ધૂળ ખાઈ રહી છે. જે લોકો સાથે તંત્રના નાણાંનો વેડફાટ કહેવાય. જે સુવિધા શરૂ થાય તો લોકોને નજીકના વિસ્તાર માં સારી સુવિધા સાથે મનોરંજ ના સાધનો મળી રહે અને કાંકરિયા નો અનુભવ તેઓ નરોડા ખાતે જ કરી શકે.

એવું પણ નથી કે શહેરમાં માત્ર આ એક લેકની હાલત ખરાબ હોય. પરંતુ શહેરમાં ઘણા એવા લેક છે કે જેની હાલત ખરાબ છે. તે પછી વસ્ત્રાપુર લેક હોય કે જ્યાં લેકમાં પાણી નથી. વોક વે તૂટી ગયા છે. ઉંદરોનો ત્રાસ છે. તો સરખેજ રોઝા તળાવમાં ગંદા પાણીથી પણ લોકો પરેશાન છે. તો શહેરના અન્ય તળાવમાં પણ ગંદકી તેમજ અસુવિધાથી પણ લોકો પરેશાન છે.  તેના કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે કે તંત્ર સુવિધા તો ઊભી કરે છે પરંતુ બાદમાં મેન્ટેનન્સના અભાવના કારણે તે જ સુવિધા લોકો માટે અસુવિધા બની જાય છે. જે ન થાય તે જોવું પણ તેટલું જરૂરી છે.

વોટર એન્ડ ડ્રેનેજ કમિટીના ચેરમેને આપી આ જાણકારી

વોટર એન્ડ ડ્રેનેજ કમિટીના ચેરમેનની વાત માનીએ તો 3 વર્ષમાં શહેરમાં 38 તળાવનું કામ હાથ ધર્યું હતું. જેમાં 15 તળાવનું કામ થઈ ગયું. 6 નું કામ ચાલુ. 4 ના ટેન્ડર કરાયુ. 2 તળાવ CSR ફંડ માંથી કામ કરાશે. જ્યારે 10 તળાવની ડિઝાઇન ચાલુ છે. વધુમાં તેઓએ એ પણ જણાવ્યું કે ગત કમિટીમાં 4 તળાવ. જગતપુર. ઓગણજ, ભાડજ અને અકા તળાવના કામ 25 કરોડના ખર્ચે મંજુર કર્યા. જે ફરવા લાયક સ્થળ બને.

તળાવમાં પ્રથમ વાર રિચાર્જ વેલ લાગશે

નવા બનનાનાર 4 તળાવમાં AMC એ રિચાર્જ વેલ લગાવાનું નક્કી કર્યું છે. જેમાં તળાવ વચ્ચે બોર ની જેમ પાઇપ નખાશે. જેની મદદથી તળાવ માં પાણી ભરાય અને તળાવ છલકાય તો રિચાર્જ વેલ મારફતે પાણી જમીનમાં ઉતરે અને જમીનમાં પાણી જાય અને તળાવ પણ ન છલકાય. મીની કાંકરિયા બાબતે  ચેરમેને જણાવ્યું કે કોરોનાથી મીની કાંકરિયા બંધ છે. ટ્રેન. રાઈડ. ફૂડ કોર્ટ બંધ છે. જેનું કારણ તેઓને ખબર નથી. પણ તે ચાલુ થાય તેમ પ્રયાસ કરશે તેમ જણાવ્યું. જો ટેન્ડર પૂરું થઈ ગયું હશે તો ફરી ટેન્ડર કરી લેક શરૂ કરાવશે.

આ પણ વાંચો: Ahmedabad: 2007થી શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવાના 16 વર્ષ પૂર્ણ, દોઢ કરોડ કૉલ એટેન્ડ કરી મેડિકલ સેવા પુરી પાડી

તો સૈજપુર તળાવમાં બેહાલ હાલત અને અસામાજિક તત્વોના ત્રાસ ને લઈને જણાવતા કહયું કે સૈજપુર તળાવનું નવીનીકરણ કરેલ છે. તેમજ જે ખામી હશે તે દૂર કરાશે. સાથે જ અસામાજિક તત્વો બાબતે તેઓએ સિક્યોરિટી ગાર્ડ મૂકી કામ કરશે તેમ પણ જણાવ્યું. તો વસ્ત્રાપુર તળાવની બેહાલ હાલત અને ઉંદર ના ત્રાસ બાબતે લેક ની આખી નવી ડિઝાઇન બનાવી કામ કરી સમસ્યા દૂર કરી લેક ડેવલપ કરાશે તેમ જણાવ્યું. સાથે જ અન્ય તળાવ અને લેક બાબતે પણ તંત્ર ધ્યાન આપતા હોવાનું પણ નિવેદન આપ્યું.

 અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article