અમદાવાદ: શહેર પોલીસની ઈજ્જત પર પાણી ફેરવતા ત્રણ જવાન, પોલીસ ચોકીમાં જ દારૂની પાર્ટી ! વિવાદ વરકતા ગુનો દાખલ કર્યો

અમદાવાદમાં (Ahmedabad)દારૂબંધીની વાતના લીરાં ઉડાડતી ઘટના સામે આવી હતી અને સીજી રોડ પર પોલીસ ચોકીમાં 1 પોલીસ કર્મી જ સહિત 3 ટીઆરબી (TRB)જવાનો  દારૂ પાર્ટી કરતા  જોવા મળ્યા હતા

અમદાવાદ: શહેર પોલીસની ઈજ્જત પર પાણી ફેરવતા ત્રણ જવાન, પોલીસ ચોકીમાં જ દારૂની પાર્ટી ! વિવાદ વરકતા ગુનો દાખલ કર્યો
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 13, 2022 | 5:19 PM

અમદાવાદમાં (Ahmedabad)દારૂબંધીની વાતના લીરાં ઉડાડતી ઘટના સામે આવી હતી અને સીજી રોડ પર પોલીસ ચોકીમાં 1 પોલીસ કર્મી જ સહિત 3 ટીઆરબી (TRB)જવાનો  દારૂ પાર્ટી કરતા  જોવા મળ્યા હતા. અમદાવાદના સીજી રોડ પર આવેલા ટ્રાપિક પોલીસની ચોકીમાં 1 પોલીસકર્મી અને ત્રણ TRB (Traffic Brigade )ના જવાનો દારૂ પીતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં ઝડપાઈ ગયા હતા. વળી આ જવાનોએ તો પોલીસ ચોકીમાં જ દારૂ પાર્ટી કરી લીધી હતી. આ ઘટનામાં કાન્તી નામનો પોલીસ જમાદાર, સોનુ , રાકેશ અને દીનેશ નામના ત્રણ ટીઆરબી જવાન દારૂ પીતાં ઝડપાયા હતા.

જોકે આ ઘટનાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા તાત્કાલિક પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસ કર્મી તેમજ ટીઆરબી જવાન સામે ગુનો દાખલ કર્યો હતો.   તેમજ ઘટનાની  તપાસ હાથ ધરી હતી.

આ ઘટના બાદ પોલીસ તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે કે જે પોલીસ કર્મચારીઓએ દારૂબંધીનો અમલ કરાવવાનો હોય તેઓ જ ખુલ્લેઆમ દારૂનું સેવન કરી રહ્યા છે અને પોલીસની છબીને ખરાબ કરી રહ્યા છે. જો પોલીસ જ આવું કરશે તો બુટલેગરો સામે કાર્યવાહી કરશે તેવા પણ પ્રશ્નો ઉઠ્યા હતા. તો એ પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે ખુલ્લેઆમ પોલીસ ચોકીમાં દારૂ કેવી રીતે આવ્યો અને આ જવાનોએ અગાઉ કેટલીવાર આવી રીતે પાર્ટી કરી છે ? સાથે જ મહત્વનો  પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે કોની રહેમ નજર હેઠળ આ પાર્ટી  ચાલતી હતી?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

g clip-path="url(#clip0_868_265)">